મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના વર્તમાન હોદેદારો બે વર્ષ માટે રિપીટ
SHARE









મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના વર્તમાન હોદેદારો બે વર્ષ માટે રિપીટ
મોરબી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના વર્તમાન હોદેદારોની એક મિટિંગ મળી હતી જેમાં આગામી બે વર્ષ માટે હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં સર્વાનુમતે વર્તમાન ટીમને જ યથાવત રાખવામા આવી છે
મોરબી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઇ બી. મહેતા, મહામંત્રી મધુસુદનભાઇ સી. ઠાકર, ઉપપ્રમુખ સુર્યકાંતભાઇ એસ. ઠાકર, ઉપપ્રમુખ મુકેશભાઇ એચ. દવે, ખજાનચી હરીશભાઇ એચ. દવે અને સહમંત્રી વિમલભાઇ એ. જોષીની આગામી બે વર્ષ માટે વરણી કરવામાં આવી છે જેથી તમામ હોદેદારને અન્ય સભ્યો સહિતના લોકોએ શુભેચ્છા પાઠવેલ હતી
