મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના વર્તમાન હોદેદારો બે વર્ષ માટે રિપીટ
મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું ફેસબુક અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ હેક
SHARE









મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું ફેસબુક અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ હેક
મોરબી માળીયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું ફેસબુક અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ કોઈ હેકર દ્વારા આજે તેના જન્મદિને હેક કરવામાં આવ્યું છે અને તે અંગેની માહિતી તેઓ દ્વારા જ સોશ્યલ મીડિયાના મધ્યમથી આપવામાં આવી છે અને “તેઓના ફેસબુક અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટમાં કોઇપણ ફોટો કે માહિતી મૂકવામાં આવે તો તેની તાત્કાલિક તેઓને જાણ કરવામાં આવે તેવી લોકોને અપીલ કરી છે
મોરબી પંથકની અંદર સિરામિક ઉદ્યોગકારો સહિતના અનેક લોકોના અગાઉ ફેસબુક સહિતના સોશ્યલ મીડિયાના એકાઉન્ટ હેક કરીને જે તે વ્યક્તિના કોન્ટેક્ટમાં રહેલા તેના મિત્રો અને સગા-સંબંધીઓ પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવી હોય તેવી ઘટનાઓ અગાઉ બની ચુકી છે અને આવી જ વધુ એક ઘટના મોરબીમાં ફરી બની હોવાની માહિતી સામે આવી છે અને જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપ ખાતે રહેતા મોરબી-માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ આજે સવારે સોશિયલ મીડિયાની અંદર એક વીડિયો મૂકીને જણાવ્યુ છે કે, તેઓનું સોશિયલ મીડિયામાં ફેસબુક અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ કોઈ હેકર દ્વારા હેક કરવામાં આવ્યું છે જેથી તેમાં કોઈપણ પ્રકારના ફોટો અથવા તો માહિતી મુકવામાં આવે તો તે અંગેની તેઓને તાત્કાલિક જાણ કરવામાં આવે તેવી અપીલ પણ તેમણે કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે, આવી રીતે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ હેક કરીને જે તે વ્યક્તિના સંપર્કમાં હોય તે લોકો પાસેથી રૂપિયાની માગણી કરવામાં આવતી હોય છે
