માળિયા(મી) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકારી શાળાના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
મોરબીના બેલા ગામ પાસેથી ૧૨ બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE









મોરબીના બેલા ગામ પાસેથી ૧૨ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ૧૨ બોટલ મળી આવી હતી જેથી ૩૬૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે હાલમાં મૂળ કચ્છના રહેવાસી શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે
મોરબીના બેલા ગામ પાસેથી પસાર થતાં શખ્સને રોકીને મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૬૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે રાજેશ વિસાભાઈ મકવાણા (૨૧) હાલ રહે. લગધીરગઢ કાનજીભાઈ વાઘેલાની વાડીએ મૂળ રહે કચ્છ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
દેશી દારૂ
મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટિયા પાસેથી અલ્ટો કાર પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા ચેક કરવામાં આવતા કારમાં ૧૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી બે હજાર રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૫૦ હજાર રૂપિયાની કિંમતની અલ્ટો કાર નંબર જીજે ૫ સીજી ૨૬૩૫ આમ કુલ મળીને ૫૨,૦૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઇમરાન સલીમભાઇ માણેક જાતે-મીયાણા (ઉ.૩૦) રહે. જુના રેલવે સ્ટેશન પાસે માળીયા મીયાણાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો કોને આપવા માટે જતો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે
