માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં પુત્રીની પાછળ બેસીને જતા સમયે પડી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE

















મોરબીમાં પુત્રીની પાછળ બેસીને જતા સમયે પડી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબીના સામાકાંઠે ગીતાપાર્ક સોસાયટીમાં રહેતા મહિલા પોતાની પુત્રીની પાછળ સ્કુટરમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં બમ્પ આવતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ઇજા થતાં તેમને મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ આવેલ ગીતાપાર્ક સોસાયટીમાં રહેતા મનિષાબેન રસિકલાલ વીસાણી નામના ૫૯ વર્ષીય મહિલા ગત તા.૨૭-૨ ના સાંજના છએયક વાગ્યે પોતાના દીકરીની પાછળ સ્કુટરમાં બેસીને જતા હતા ત્યારે મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી વચ્ચે વોરાબાગની સામે આવેલ હોટલ કર્ણાવતી નજીક બમ્પમાં મનીષાબેન સ્કુટરના પાછળના ભાગેથી નિચે પડી જતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓને મોરબીની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં સારવાર બાદ વધુ સારવાર માટે તેઓને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.જયાં ગત તા.૨-૩ ના ચારેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મનિષાબેન વિસાણીનું મોત નીપજ્યું હતુ. અમદાવાદ ખાતેથી તપાસના કાગળો આવતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ જાડેજાએ બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક ઓટોરિક્ષાને ડમ્પરના ચાલકે હડફેટે લીધી હતી જે બનાવમાં રિક્ષામાં સવાર શેખર રમેશચંદ્ર (૨૮) અને હેમલતાબેન માનવીયો (૨૬) રહે.મધ્યપ્રદેશને ઇજાઓ થતાં બંનેને સારવાર માટે અહીંની મધુરમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રહેતા આકાશ રીતેશભાઈ નામના ૨૫ વર્ષીય યુવાનને ગઈકાલે મોડી સાંજના આઠેક વાગ્યે રફાળેશ્વર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સિકંદર જુમાભાઈ ચૌહાણ નામના ૪૨ વર્ષીય યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામના રહેવાસી ભાવનાબેન જગદિશભાઈ દેગામા નામની ૩૬ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર દવા પી લેતાં તેણીને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે તપાસ હાથ ધરતા ખુલ્યુ હતુ કે ભાવનાબેનને માનસિક બીમારી હોય અને તે અંગેની તેઓની દવા ચાલુ છે અગાઉ પણ તેણીએ આ પ્રકારનું પગલું ભર્યું હોય હાલ તેઓ સારવાર હેઠળ છે.જ્યારે મોરબીના બીલિયા ગામે રહેતા કનુબેન દેવશીભાઇ મુંધવા જાતે ભરવાડ નામની ૧૭ વર્ષીય યુવતીને ગામમાં મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેણીને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.




Latest News