મોરબીમાં પુત્રીની પાછળ બેસીને જતા સમયે પડી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત
મોરબીમાં પરશુરામ પોટરીના લેબર કવાર્ટરમાં દબાણ કરનાર બે મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
SHARE









મોરબીમાં પરશુરામ પોટરીના લેબર કવાર્ટરમાં દબાણ કરનાર બે મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પરશુરામ પોટરીના લેબર કવાર્ટરમાં વર્ષોથી દબાણ કરીને રહેતા બે મહિલાની સામે હાલમાં ભોગ બનેલ વૃધ્ધાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પરશુરામ પોટરીમાં રહેતા સવિતાબેન અચ્યુતભાઈ ગણપુલે જાતે મરાઠી બ્રાહ્મણ (ઉંમર ૫૫)એ મોરબી સિટી બી ડીબીઝ્ન પોલીસ સ્ટેશન ખાતે શાંતાબેન દેવશીભાઈ સોલંકી તેમજ ખીમીબેન મોતીભાઇ ભંખોડીયા રહે. બંને પરશુરામ પોટરી કવાટર્સ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓની માલિકીની મોરબી તાલુકાના ત્રાજપર ગામના સીટી સર્વે નંબર-૨૩૬૦/૨ પૈકીની જમીનમા પરશુરામ પોટરી આવેલ છે અને ત્યાં મજુરોના કવાટર્સ બનાવેલ હોય જે પૈકી મકાન નંબર-૪૩ અને ગૌશાળા વાળી લાઇનમા અન્ય એક મકાનમાં ગેરકાયદેસર કબ્જો તેને મહિલાઓએ પચાવીપાડેલ છે અને તેનો વપરાશ કરી રહ્યા છે જેથી પોલીસે હાલમાં ભોગ બનેલા સરિતાબેન અચ્યુતભાઈ ગણપુલેની ફરિયાદ લઈને લેન્ડ ગગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને બંને મહિલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
