મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા સૂત્ર પ્રદર્શન રેલી યોજાઇ


SHARE







મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા સૂત્ર પ્રદર્શન રેલી યોજાઇ

મોરબીમાં સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભે એક સૂત્રાત્મક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીમાં આયોજનબદ્ધ મર્યાદિત સંખ્યામાં સ્વયંસેવકોને જોડવામાં આવેલ હતા તેમજ કાયદા મુજબ જાહેરમાં માસ્ક પહેરવું હજુ અનિવાર્ય હોય સૂત્રોચારને બદલે સૂત્ર પ્રદર્શન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો ઉદ્દેશ સૂત્રો દ્વારા આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભની જાગૃતિ કેળવવાનો હતો એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સૂત્રોનું પ્રદર્શન રેલી દ્વારા મુખ્ય પોઇન્ટ પર કરવામાં આવ્યું હતું આ રેલી દરબાર ગઢથી શરૂ થઈને ગ્રીન ચોકનહેરુ ગેટશાકમાર્કેટગાંધી ચોકરામચોકજુના બસ સ્ટેશનત્રિકોણ બાગવીસી ફાટકમણીમંદિરનટરાજ થઈને સામાકાંઠે હાઉસિંગ બોર્ડ એટલે કે સાડા ચાર કિલોમીટર સુધી ચાલેલી હતી આ રેલીમાં બાર બહેનો અને ત્રણ ભાઈઓ જોડાયેલ હતા અને પ્રિન્સિપાલની અનુમતીથી રેલીનું સમગ્ર આયોજન અને નેતૃત્વ એન.એસ.એસ. વિભાગ દ્વારા પ્રોગ્રામ ઓફીસર ડો. રામ વારોતરીયાએ કરેલ હતું






Latest News