મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ: નવ પકડાયા, બે ભાગી છૂટ્યા


SHARE







મોરબીના ખાનપર ગામે જુગારની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ: નવ પકડાયા, બે ભાગી છૂટ્યા

મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં વાદીલાની વાડીના વોંકળામાં બાવળના ઝાડ નીચે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશભાગ મચી ગયેલ હતી અને તકનો લાભ લઈને બે જુગારીઓ નાશી ગયા હતા જો કે, હાલમાં નવ જુગારીઓની પોલીસે ૧,૨૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં વાદીલાની વાડીના વોંકળામાં બાવળના ઝાડ નીચે જુગાર રમતા હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશભાગ મચી ગયેલ હતી દરમ્યાન પોલીસે નિલેશભાઇ બચુભાઇ અઘારા, મુકેશભાઇ લક્ષ્મણભાઇ કલોલા, જયંતિલાલ મગનભાઇ જાકાસણીયા, વિપુલભાઇ સવજીભાઇ ઘોડાસરા, દુર્લભજીભાઇ મહાદેવભાઇ ઘોડાસરા, ભરતભાઇ કેશવજીભાઇ જીવાણી, માણંદભાઇ ભુરાભાઇ સવસેટા, વિક્રમભાઇ દેવજીભાઇ પરમાર અને અબ્બાસભાઇ અલ્લારખાભાઇ કુરેશીની ધરપકડ કરી હતી અને તકનો લાભ લઈને કિશોરભાઇ રૂગ્નાથભાઇ જીવાણી રહે. હાલ મોરબી મુળ રહે. ખાનપર અને ઇભુભાઇ ગુલાબભાઇ ચૌહાણ રહે. નેસડા વાળા નાશી ગયા હતા જેથી પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે હાલમાં જે આરોપી પકડાયા છે તેની પાસેથી પોલીસે રોકડા ૬૪,૦૦૦ તથા ચાર મોટર સાયકલ એમ કુલ મળીને ૧,૨૪,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો છે

જુગારી પકડાયા

મોરબીના લીલાપર ગામ પાસે પેપર મીલના લેબર કવાર્ટરની દીવાલ પાછળ જુગાર રમતા હોવાની પોલીસને બાતમી અલી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે મનોજકુમાર હિરાલાલ કોટાર અને રામેશ્વર ઉર્ફે પપ્પુ દશરથ રેકવાર રહે. પેપર મીલના લેબર કવાર્ટર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૫૫૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી






Latest News