માળીયા (મી)ના સોનગઢથી રસંગપર વચ્ચેથી વીજ કંપનીના ૪૬૩૫ કિલો એલ્યુમિનિયમના વાયરની ચોરી
હળવદના શર્મા ફળિમાં રહેતા વૃદ્ધની જમીન ઉપર દબાણ કરનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ: એકની ધરપકડ
SHARE









હળવદના શર્મા ફળિમાં રહેતા વૃદ્ધની જમીન ઉપર દબાણ કરનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ: એકની ધરપકડ
હળવદ શહેરમાં શર્મા ફળિમાં રહેતા વૃદ્ધએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રણજીતગઢ ગામના બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આવેલ શર્મા ફળિમાં રહેતા વિક્રમભાઈ જગદીશચંદ્ર આચાર્ય જાતે બ્રાહ્મણ (ઉ. ૫૬)એ હાલમાં રણજીતગઢ ગામે રહેતા સવજીભાઇ ગણેશભાઇ દલવાડી તથા પીતાંબરભાઇ ગણેશભાઇ દલવાડીની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે હાલમાં ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની કુલ મુખત્યાર વાળી રણજીતગઢ ગામની સર્વ નં.૧૫૩/પૈકી૧ ની જમીન હે.આર.ચો.મી.૨-૪૨-૩૧ વાળી જમીન પર ગેર કાયદેસર કબજો કરી લીધી છે અને આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી છે જેથી કરીને પોલીસે આ ફરિયાદના આધારે હાલમાં આરોપી સવજીભાઇ ગણેશભાઇ દલવાડીની ધરપકડ કરી છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
