પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થતાં મોરબીમાં ઉત્સવ જેવો માહોલ
માળીયા (મી)ના સોનગઢથી રસંગપર વચ્ચેથી વીજ કંપનીના ૪૬૩૫ કિલો એલ્યુમિનિયમના વાયરની ચોરી
SHARE









માળીયા (મી)ના સોનગઢથી રસંગપર વચ્ચેથી વીજ કંપનીના ૪૬૩૫ કિલો એલ્યુમિનિયમના વાયરની ચોરી
માળીયા તાલુકાના સોનગઢ ગામથી રસંગપર ગામના પાટીયા સુધીમાં વીજ કંપની દ્વારા પાથરવામાં આવેલ વીજ લાઈનમાંથી કુલ મળીને ૪૬૩૫ કિલો એલ્યુમિનિયમના વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને બે લાખથી વધુના કિંમતના વાયરની ચોરી કરવામાં આવી હોવા અંગેની હાલમાં વીજ કંપનીના અધિકારીએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના માધાપર વાડી વિસ્તારમાં પંચાસર રોડ ઉપર રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા દેવજીભાઈ ખોડીદાસભાઇ હડીયલ (ઉં ૪૦) એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા.૫/૩ થી લઈને ૧૦/૩ સુધીમાં સોનગઢથી લઈને રસંગપર ગામના પાટિયા સુધીમાં જુદા જુદા ૩૩ ગાળા ઉપર વીજ કંપની દ્વારા પાથરવામાં આવેલ ઈલેક્ટ્રીક વાયરમાંથી ૪૬૩૫ કિલો એલ્યુમિનિયમના વાયરની ચોરી અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ૨૦૪૮૩૪ રૂપિયાના વાયરની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ વીજ કંપનીના કર્મચારીએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા પોલીસ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
