હળવદના શર્મા ફળિમાં રહેતા વૃદ્ધની જમીન ઉપર દબાણ કરનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ: એકની ધરપકડ
વાંકાનેર પાલિકા કચેરી પાસે વરલી જુગાર !: ચાર શખ્સો ૨૮,૨૧૦ ના મુદામાલ સાથે ધરપકડ
SHARE
વાંકાનેર પાલિકા કચેરી પાસે વરલી જુગાર !: ચાર શખ્સો ૨૮,૨૧૦ ના મુદામાલ સાથે ધરપકડ
વાંકાનેર નગરપાલિકા કચેરી પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવી રહ્યા છે તેવી મોરબી જિલ્લા એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલીના આંકડા લેતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૮,૨૧૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નગરપાલિકા ઓફિસ ટાઉનહોલ પાસે આવેલ છે જ્યાં ટાઉનહોલ નીચેના ભાગમાં વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની મોરબી જિલ્લા એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હાફિસ હિદાયતભાઈ ઇસાણી જાતે ખોજા (ઉવ.૩૫), સુભાષભાઇ વસંતભાઇ મીયાત્રા જાતે આહીર (ઉવ.૪૯), જગદીશ ઉર્ફે બલી નાજાભાઇ ગોહેલ જાતે ભરવાડ (ઉવ.૩૬) અને પ્રદીપ રમણીકભાઇ પઢારીયા જાતે લુહાર (ઉવ.૪૨) રહે. બધા જ વાંકાનેર વાળાની પોલીસે રોકડા ૮૨૧૦ અને જુદીજુદી કંપનીના ચાર મોબાઈલ ફોન આમ કુલ મળીને ૨૮,૨૧૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી