મોરબી પાલિકાના સભ્ય મંજુલાબેન દેત્રોજાના ઘરે સામાજિક સમરસતાનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં રેલ્વેને લગતા જુદાજુદા ૧૫ જેટલા મુદ્દાઓને લઈને સામાજીક કાર્યકરે કરી કેન્દ્રિય રેલ્વે મંત્રીને રજૂઆત
SHARE









મોરબીમાં રેલ્વેને લગતા જુદાજુદા ૧૫ જેટલા મુદ્દાઓને લઈને સામાજીક કાર્યકરે કરી કેન્દ્રિય રેલ્વે મંત્રીને રજૂઆત
છેલ્લા દોઢ દાયકામાં મોરબીનો હરણફાળ વિકાસ થયો છે જોકે તે ગતિએ અહીં માળખાંગત સુવિધાઓમાં વધારો થયો નથી જેથી લોકો અનેક પ્રકારની યાતનાઓથી પીડાઈ રહ્યા છે તેમની મુખ્ય છે રેલવે સુવિધા. કારણ કે દેશના જુદા-જુદા રાજયોમાંથી અહીં હજારો મજૂરો રોજગારી અર્થે આવતા હોય છે છતાં પણ રેલ્વેની પૂરતી સુવિધા ન હોવાના લીધે લોકો હેરાન થાય છે તે રીતે જ અહીંના ઉદ્યોગકારો દ્વારા પણ અનેક નવી લાંબા અંતરની રેલ્વે લાઈનો ફાળવવામાં આવે તેના માટે રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ આજદિન સુધી સરકારે તે માંગો પૂરી કરેલ નથી ત્યારે વધુ એક વખત અહીના સામાજીક કાર્યકર દ્વારા કેન્દ્રિય રેલવે મંત્રીને લેખિત રજૂઆત કરીને જુદી જુદી ૧૫ જેટલી માગણીઓ મૂકવામાં આવી છે.
મોરબીના સામાજિક કાર્યકર જયેશભાઈ મકવાણાએ તાજેતરમાં ભારત સરકારના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં રેલવેના જુદા જુદા ૧૫ જેટલા મુદ્દાઓ ટાંકવામાં આવેલ છે અને આ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે જેમાં મોરબીથી વાંકાનેર તેમજ વાંકાનેરથી મોરબી ડેમુ ટ્રેન આવે છે તે ઉપરાંત વધારાની ટ્રેન ચલાવવામાં આવે, ડેમો ટ્રેનના નિયત સમયે રેગ્યુલર કરવામાં આવે તેવી માંગ કરી છે તે ઉપરાંત મોરબીથી વાંકાનેર ડેનું ટ્રેન સવારે ૬ વાગ્યે છે તેનો સમય ૧૫ મિનિટ વહેલો કરવામાં આવે તો વાંકાનેર રેલવે સ્ટેશન પહોંચવાના સમયે ૬:૪૫ સુધી પહોંચી જાય તો વાંકાનેર આવતી ઇન્ટરસિટી જામનગર વડોદરા ટ્રેનનો મુસાફરોને લાભ મળશે અને હાલમાં તે ટ્રેન મોડી આવતી હોવાથી આ ટ્રેનનો લાભ થાન, સુરેન્દ્રનગર, વિરમગામ અમદાવાદ, વડોદરા વગેરે જગ્યાએ જતાં મુસાફરોને તેનો લાભ મળતો નથી
મોરબીથી વાંકાનેર જતી સવારની ડેમુ ટ્રેન ૮:૧૦ જાય છે તેને જો ૧૫ મિનિટ વહેલી કરવામાં આવે તો મુસાફરોને સૌરાષ્ટ્ર મેલનો લાભ મળી શકે છે જેથી મુંબઈ સુધીના મુસાફરોને તેનો લાભ મળશે આવી જ રીતે અગાઉ બપોરના ૧:૦૫ વાગ્યે દેમું ટ્રેન ચાલુ હતી તે ટ્રેન બંધ હોવાના લીધે સોમનાથથી જબલપુર, વેરાવળથી બાંદ્રા અને ઓખાથી મુંબઈના કનેક્શન વાળી જે ટ્રેન આવે છે તેનો લાભ લેવા માટે મુસાફરોને ખાનગી વાહનોમાં વાંકાનેર સુધી જવું પડે છે જેથી આ દેમું ટ્રેનને શરૂ કરવામાં આવે તેવી માંગ કરેલ છે મોરબી અને માળિયા વચ્ચે ડેમુ ટ્રેન શરૂ કરવામાં આવી હતી જોકે તે ટ્રેન પણ હાલ બંધ છે તેને પુન: શરૂ કરવાની માંગ કરેલ છે તે રીતે મોરબી રાજકોટ વચ્ચે સાજે જે ડેમુ ટ્રેન આવતી હતી તેને પણ બંધ કરવામા આવી છે તેને ચાલુ કરવાની માંગ કરી છે મોરબીથી રાત્રિના ૮:૨૦ કલાકે ડેમુ ટ્રેન જતી હતી તે બંધ છે જેથી વડોદરાથી જામનગર, ઓખાથી ભાવનગર ટ્રેનનો મુસાફરોને લાભ મળતો નથી વાંકાનેર મોરબી ટ્રેન ૧૨:૦૨ કલાકે તેમજ રાતે ૧૦:૦૨ મિનિટે ચાલુ હતી તેને પણ બંધ કરી દેવામાં આવી છે અને ગાંધીધામ કામખ્યા તેમજ ગાંધીધામ બાંદ્રા ૧૩ વર્ષથી વિકલી ટ્રેન છે તેને ડેઇલી કરવા માટેની માંગ કરી છે
સૌરાષ્ટ્ર અને કચ્છને જોડવા માટે સોમનાથ વાયા મોરબી ભુજ ઓખા વાયા મોરબી ભુજ ભાવનગર વાયા મોરબી ભુજ અને પોરબંદર વાયા મોરબી ભુજ ટ્રેન દોડાવવામાં આવે તો મોરબી અને કચ્છના લોકોને તેનાથી ફાયદો થશે અને તેનો લાભ રેલવે વિભાગને પણ મળશે તેવી રજૂઆત કરવામાં આવેલી છે તે ઉપરાંત નવલખી વાંકાનેર બ્રોડગેઝ લાઇનને ડબલ લાઇન કરવાની માંગ કરી છે અને મોરબીથી ઘાટીલા, ટંકારા અને ખાનપર સુધી વર્ષો પહેલા નેરોગેજ લાઈનને હતી ત્યાં બ્રોડગેઝ લાઇન શરૂ કરવાની માંગ કરી છે મોરબીમાં ૨૧ વર્ષ પહેલા ભુજ બરેલી ટ્રેન મંજૂર કરવામાં આવી હતી જેને હજુ સુધી શરૂ કરવામાં આવી નથી અને મોરબીને લાંબા અંતરની કોઈ પેસેન્જર ટ્રેન આપવામાં આવી નથી જેથી મુસાફરોને હેરાન થવું પડે છે તેમજ રાજકોટ ભુજ ટ્રેન ચાલુ હતી તેને થોડા દિવસો ચલાવી બંધ કરી દેવામાં આવી છે તે પણ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને એમએસટી પાસે એટલે કે અપડાઉન કરતા લોકો માટે જે સુવિધા હતી તે બંધ કરી દેવામાં આવી છે માટે મોરબી-વાંકાનેર તેમજ અન્ય જગ્યાએ કામ કરતા લોકો છે તેના માટે આ સુવિધા શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે
