મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનધામ ખાતે એપ્રિલ માસમાં યોજાશે રામકથા


SHARE













મોરબીના ખોખરા હનુમાનધામ ખાતે એપ્રિલ માસમાં યોજાશે રામકથા

ગુજરાતની સૌથી મોટી ૧૦૮ ફુટની હનુમાનજીની પ્રતિમાનું સંતો-મહંતો અને રાજકીય આગેવાનોની હાજરીમાં થશે અનાવરણ

મોરબી નજીકના ભતરનગર અને બેલા ગામની વચ્ચે ખોખરા હનુમાનધામ આવેલું છે.જ્યાં ગુજરાતની સૌથી મોટી કહી શકાય તેવી ૧૦૮ ફૂટની હનુમાનજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે અને તેની અંદર હજારો 'શ્રીરામ' નામ લખેલી પુસ્તિકાઓ પધરાવવામાં આવેલી છે.આ જગ્યાએ આગામી એપ્રીલ માસમાં રામકથાનું આયોજન કરાયેલ છે.ગુજરાતની સૌથી મોટી ૧૦૮ ફુટની હનુમાનજીની પ્રતિમાનું સંતો-મહંતો અને રાજકીય અગ્રણીઓની હાજરીમાં અનાવરણ કરવામાં આવશે.

મોરબીના ભરતનગર અને બેલા ગામ વચ્ચે આવેલ ખોખરા હનુમાનધામ કે જ્યાં મહામંડલેશ્વર ૧૦૦૮ પુ.કનકેશ્વરીદેવીનો આશ્રમ આવેલો છે અને ત્યાં અનેક વિપ્ર બાળકો વેદોની શિક્ષા લઇ શકે તેવી સુંદર પાઠશાળા ચાલી રહી છે ત્યાં રામકથાનું આગામી તા.૮ થી ૧૬ એપ્રિલ દરમિયાન આયોજન કરવામાં આવેલું છે.દરરોજ સવારે ૯:૩૦ થી ૧ વાગ્યા સુધી આ રામકથાનું વ્યાસપીઠેથી મહામંડલેશ્વર ૧૦૦૮ પુ.કનકેશ્વરીદેવી વાંચન કરશે.રામકથા દરમ્યાન ગુજરાતના મુખ્ય ધર્મસ્થાનોમાંથી સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વરો, આચાર્યો તેમજ વિદ્વાન કથાકારો ઉપસ્થિત રહેશે તથા કથા શ્રવણ માટે પધારેલ ભક્તો માટે દરરોજ બપોરે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અને રાત્રી દરમ્યાન ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન-સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.અતિ ધામધૂમથી આધ્યાત્મિક ઉત્સવ ઉજવવાનો હોય સર્વેને જોડાવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે. આ ધર્મોત્સવમાં ૧૦૮ પોથીનું સ્થાપન કરવામાં આવશે જેમાં પોથીના યજમાન થવાનો લાભ પ્રાપ્ત કરવા માટે અથવા કથા આયોજનમાં કોઈપણ પ્રકારની તન-મન-ધનથી સેવા કરવા માટે આશ્રમની ઓફિસ ખાતે સંપર્ક કરવા માટે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ દ્વારા જણાવવામાં આવેલ છે.




Latest News