મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેને ત્રણ પત્રકારો સામે નોંધાવી ફરિયાદ
SHARE









મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેને ત્રણ પત્રકારો સામે નોંધાવી ફરિયાદ
મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ પત્રકારોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેથી કરીને પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ વ્હાઇટ હાઉસ એપાર્ટમેન્ટમાં રહેતા મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ મનસુખભાઇ લોરીયાએ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પિયુષ નિમાવત ડેનિસ દવે અને દેવાંગ રબારીની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે પત્રકારોએ કોઈપણ જાતના આધાર પુરાવા વગર ખોટી માહિતીને ઈલેક્ટ્રીક રેકોર્ડ રૂપે પ્રસિદ્ધ કરી હતી અને રાજકીય કારકિર્દીને નુકસાન કરી, પદપ્રતિષ્ઠાને હાનિ પહોંડી, સમાજમાં બદનામ કરવા માટે ખોટી માહિતીને ન્યુઝ પોર્ટલના માધ્યમથી પ્રસારિત કરી હતી જેથી કરીને પોલીસે હાલમાં મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે આઇપીસી કલમ નંબર ૫૦૦, ૫૦૧ અને ૪૬૯ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
