ટંકારાની વિરપર ગ્રામ પંચાયતે તકરાર નિવારવા કલેક્ટરને કરી મહત્વની રજૂઆત
મોરબીના કલાકાર મયુર બાપાનું હદય સ્પર્શ સ્ટોરી સાથેનું મૂવી યુટ્યુબમાં રીલીઝ
SHARE









મોરબીના કલાકાર મયુર બાપાનું હદય સ્પર્શ સ્ટોરી સાથેનું મૂવી યુટ્યુબમાં રીલીઝ
સૌરાષ્ટ્રભરના કલાકારોએ નારી શક્તિને ઉજાગર કરતી શોર્ટ મુવી ‘કુળનો દીવો કિરણ’ તૈયાર કરી છે. આ શોર્ટ મુવી યુટ્યુબ ઉપર રિલીઝ થઈ છે આ મુવીમાં દિર્ગદર્શક અને જુનિયર રમેશ મહેતા તરીકે ઓળખાતા કલાકાર મયુરબાપાએ પણ પોતાની કલા રજૂ કરી છે
બાપા સાંઈ ડિજિટલના ભાવિન વાઢેર દ્વારા પ્રસ્તુત અને મોતીબાગ ફાઉન્ડેશન દ્વારા પ્રોડ્યુસ થયેલી કુળનો દીવો કિરણ શોર્ટ મુવી યુટ્યુબ ઉપર રિલીઝ થઈ ગઈ છે ત્યારે આ શોર્ટ મૂવીમાં હદય સ્પર્શ સ્ટોરી લાઈન સાથે કલાકારોની એક્ટિંગનો જાદુ પણ જોવા મળશે. અને આ મૂવીમાં પાયલ નિમાવત, સરવૈયા સિધ્ધરાજસિંહ, મયુર બાપા, શિતલ સુબંર, આશુતોષ રાજ્યગુરુ, વંશિકા હિરાણી, વિશ્વજીતસિંહ જાડેજા, આશા વકિલ, કલ્પેશ પંડ્યા, વૈશાલી પટેલ, રજાક બ્લોચ, સાક્ષી, ગુંજન, ઉર્વલ ચાવડા જેવા કલાકારોએ કામ કર્યું છે આ મૂવીમાં ડિરેક્ટર તરીકે મયુર બાપા, કેમેરા એડિટ મનિષ બારેજીયા, રાઈટર ડેન્જર શાયર (સિધ્ધરાજસિંહ), સંવાદ વૈશાલી પટેલ, મ્યુઝિક ધિરેન ગૌરાંગ, રેકોર્ડિંગ નિશા સાઉન્ડ, મેકઅપ મેન વિપુલ સિંધવ, ડ્રેસ ડીઝાઈન રાધેશ્યામ ડ્રેસ- મોરબી અને સ્પોટ બોય સુનીલ સોની છે.
