મોરબીના કલાકાર મયુર બાપાનું હદય સ્પર્શ સ્ટોરી સાથેનું મૂવી યુટ્યુબમાં રીલીઝ
મોરબીના સામાકાંઠા વિદ્યુતનગરમાં પતિના હાથે પત્નીની નિર્મમ હત્યા
SHARE









મોરબીના સામાકાંઠા વિદ્યુતનગરમાં પતિના હાથે પત્નીની નિર્મમ હત્યા
મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસની સામે આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા બાવાજી આધેડ દ્વારા પોતાની પત્નીને માથામાં બોથડ પદાર્થ ઝીંકીને સાંજના સમયે નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવેલ છે.બનાવની જાણ થતાં હાલમાં બી ડિવિઝન સહિતનો પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચ્યો છે.વધુમાં હત્યાના બનાવની મળતી પ્રાથમિક માહિતી મુજબ પારિવારિક કંકાસને લઈને પતિએ પત્નીની હત્યા કરી હોય હાલ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા સર્કીટ હાઉસની સામે આવેલા વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ મંછારામભાઇ કુબાવત નામના આધેડે પોતાના પત્ની ભાવનાબેન પ્રવીણભાઈ કુબાવત (ઉંમર વર્ષ આશરે ૫૫) ને માથાના ભાગે દસ્તા જેવા બોથડ પદાર્થના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નાંખતા બનાવની જાણ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોવાનું જાણવા મળેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ પ્રવીણભાઈ દ્વારા તેમના પત્ની ભાવનાબેનની સાંજના સમયે નિર્મમ હત્યા કરવામાં આવેલી છે.મૃતક ભાવનાબેનને પાંચ સંતાનો છે.જેમાં ચાર દીકરીઓ અને એક દિકરો છે. ચાર પૈકી બે દિકરીઓના લગ્ન થઈ ગયા છે.છેલ્લા ઘણા સમયથી હત્યા કરીને નાશી છુટેલા પ્રવીણભાઈ કુબાવત કોઈ કામ ધંધો કરતા ન હોય એને નશો કરવાની ટેવ ધરાવતા હોવાનું તેમના આસપાસના સુત્રોમાંથી જાણવા મળેલ છે.
