માળિયા (મી)ના સુલતાનપુર ગામની શાળામાં માટીકામ કળા સ્પર્ધાનું આયોજન કરાયું
ટંકારાની વિરપર ગ્રામ પંચાયતે તકરાર નિવારવા કલેક્ટરને કરી મહત્વની રજૂઆત
SHARE









ટંકારાની વિરપર ગ્રામ પંચાયતે તકરાર નિવારવા કલેક્ટરને કરી મહત્વની રજૂઆત
ટંકારાની વિરપર ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને આ ગામે આવેલા ખરાબા પૈકીની જમીન લાગુ, બેઠા થાળે કે અન્ય બાબતે આપવાની થતી હોય તો પહેલા ગ્રામ પંચાયત તથા આજુ-બાજુના ખાતેદારોની સંમતી લેવામાં આવે તેવી રજૂઆત કરેલ છે કેમ કે, જમીન ફાળવણી કરવામાં આવ્યા પછી ઘણી વખત ખાતેદારોને તેમના ખેતરમાં જવા માટેના રસ્તા બંધ થાય છે અને તકરાર ઊભી થાય છે
હાલમાં વિરપર ગ્રામ પંચાયતે કલેક્ટર જે.બી. પટેલને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, વિરપર ગામની આસપાસમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાંથી કોઈને પણ જુદા-જુદા હેતુ માટે જો સરકારના નિયમો મુજબ જમીન આપવાની થતી હોય તો આ જમીનની ફાળવણી કરવામાં આવે તે પહેલા પંચાયતને અને આજુબાજુમાં ખેતરો આવેલા હોય તે લોકોની સંમતી લેવામાં આવે તે જરૂરી છે કેમ કે, ખાતેદારોને જમીન ફાળવ્યા બાદ સરવે નંબર તથા બાજુના ખાતેદારોને તેમના ખેતરમાં જવા માટે રસ્તા બંધ થવાથી તકરાર ઉભી થાય છે. અને આવી તકરાર ઊભી ન થાય તે માટે જમીન ફાળવવામાં આવે ત્યારે પહેલા વિરપર ગ્રામ પંચાયત તથા ખાતેદારોની સંમતિ લઇને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
