મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં દીવાલ ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત
SHARE









મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં દીવાલ ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં દીવાલ પરથી નીચે પટકાયેલા મજુર યુવાનને ઇજા થઇ હતી જેથી તેને સારવાર મળે ત્યાર પહેલાં જ તેનું મોત નીપજયું હતું જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો ચોકડી પાસે લાઈકોસ સિરામિક કારખાનાની અંદર રહેતો અને મજૂરી કામ કરતો હરકીયાભાઈ ટેટીયાભાઇ ભાબોર જાતે આદીવાસી (ઉ.૨૮) કારખાનાની અંદર કામ કરી રહ્યો હતો ત્યારે ૨૦ ફૂટ ઉંચી દીવાલ પરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેને શરીરે ગંભીર ઈજા થઈ હતી અને સારવાર મળે તે પહેલા જ તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
દેશી દારૂ
હળવદ તાલુકાનાં સુંદરગઢ ગામની સીમમાં આરોપી મુકેશભાઇ ઉર્ફે મલો ઘોઘાભાઇ હમીરપરા જાતે કોળીની કબ્જા ભોગવટા વાળી જગ્યામાં બાવળની જુંડમા દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો રાખ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૪૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૮૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
