વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નારી રત્નોનું સન્માન કરાયું
SHARE
વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નારી રત્નોનું સન્માન કરાયું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા માતૃશક્તિની વંદના માટેનો કાર્યક્રમ એલ.કે. સંઘવી વિદ્યાલય વિદ્યાભારતી ખાતે રાખવામા આવ્યો હતો જેમાં વાંકાનેર શૈક્ષિક સંઘ દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં કાર્ય કરતી સ્વબળે સંઘર્ષ કરી સમાજમાં કંઈક વિશિષ્ટ ઓળખ ઉભી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે અધ્યક્ષ તરીકે દર્શનાબેન જે. જાની, મહાવીરસિંહ ઝાલા, પ્રજ્ઞાબા ઝાલા હાજર રહ્યા હતા આ સંસ્થાના પ્રમુખ અશોકભાઈ સતાસિયા દ્વારા કાર્યક્રમનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ તકે છાયાબેન આચાર્ય, ઇન્દુબા ઝાલા, ગીતાબેન સોલંકી, ડિમ્પલબા ઝાલા, મીનાબેન કાપડી, ઝંખનાબેન ગણાત્રા, હીનાબેન પાંચિયા, હસીનાબેન હુસેનભાઇ અને ભાનુબેન રબારીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શૈક્ષિક સંઘના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન એલ.કે. સંઘવીના શિક્ષક સોનલબેન ઠુમર દ્વારા કરવામાં આવ્યું હતું.