મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેર તાલુકામાં દારૂની બે રેડ: ૧૪ બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE









મોરબી અને વાંકાનેર તાલુકામાં દારૂની બે રેડ: ૧૪ બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબીના બેલા ગામે અને વાંકાનેરના માટેલ રોડ ઉપર પોલીસે દારૂની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૧૪ બોટલ દારૂ સાથે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને આ શખ્સો દારૂની બોટલો કયાથી લઈને આવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાંથી પસાર થઇ રહેલા યુવાનને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની ૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૪૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે મેઘરાજસિંહ મહેન્દ્રસિંહ સરવૈયા જાતે દરબાર (ઉમર ૨૫) રહે. હાલ ૐ કોમ્પ્લેક્ષ, બેલામૂળ રહે. કામરોલ તાલુકો તળાજા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે આ દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

 ૬ બોટલ દારૂ

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ રેસી સીરામીક પાસેથી પસાર થઇ રહેલ બાઇક ચાલકને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી ૬ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૧૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૨૫૦૦૦ રૂપિયાની કિંમતનો બાઇક નંબર જીજે ૧૩ એઇ ૬૦૩૩ ને કબજે કરેલ છે અને આરોપી પ્રવીણભાઈ દેવાભાઈ ઉઘરેજા જાતે કોળી (ઉમર ૨૫) રહે. માટેલ રોડ રેસી સિરામિક પાસે વાળાની ધરપકડ કરેલ છે




Latest News