હળવદ અને વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ : ૪૯,૪૮૦ ના મુદામાલ સાથે ૧૦ જુગારી પકડાયા, ચારની શોધખોળ
વાંકાનેરના આરોગ્ય નગરમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનના ઘરમાં તોડફોડ : સામસામી ફરિયાદ નોંધાઈ
SHARE
વાંકાનેરના આરોગ્ય નગરમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાનના ઘરમાં તોડફોડ : સામસામી ફરિયાદ નોંધાઈ
વાંકાનેરના આરોગ્ય નગર વિસ્તારમાં રહેતા યુવાનને પાંચેક વર્ષ પહેલા થયેલ ઝઘડો થયો હતો જેનો ખાર રાખીને તે વિસ્તારની અંદર રહેતા પિતા-પુત્ર તેના ઘરે આવ્યા હતા અને ઘરની અંદર ઘારિયું અને પથ્થર લઇને આવીને બારી, એક્ટિવા અને અન્ય ચીજ વસ્તુઓમાં નુકસાન કર્યું હતું અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તેવી રીતે સમાપક્ષેથી પણ ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર આરોગ્યનગર વિસ્તારની અંદર રહેતા ગીરીરાજસિંહ નવલસિંહ ઝાલા જાતે દરબાર (૩૭)એ તે વિસ્તારની અંદર જ રહેતાં રાજદીપસિંહ જયેન્દ્રસિંહ ઝાલા અને જયેન્દ્રસિંહની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી રાજદીપસિંહના પિતા સાથે પાંચેક વર્ષ પહેલાં ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને રાજદીપસિંહ ઝાલા અને જયેન્દ્રસિંહએ ગાળો આપી હતી અને ત્યારબાદ રાજદીપસિંહ ઝાલા હાથમાં ધારિયું અને પથ્થર લઇને તેના ઘરની અંદર આવ્યા હતા અને તેના ઘરની બારી, એકટીવા અને નળિયામાં નુકસાન કર્યું હતું તેમજ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે રાજદીપસિંહ અને તેના પિતાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે તો સામાપક્ષેથી જયેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા (ઉંમર ૬૬)એ ગીરીરાજસિંહ નવલસિંહ ઝાલાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી સાથે ૨૫ દિવસ પહેલા માથાકુટ થઇ હતી જે બાબતનો રોષ રાખીને તેઓના ઘર પાસે શેરીમાં આવીને આરોપી ગાળો બોલતા હતા અને ત્યારે હાથમાં કુહાડી અને તલવાર લઈને નીકળ્યા હતા જેથી હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરુ કરી છે.