હળવદમાં વેપારીએ કરેલા આત્મહત્યાના પ્રયાસ બાદ ૧૫ વ્યાજખોરો સામે નોંધાઈ ફરિયાદ
માળીયા(મી)ના સુલતાનપુર ગામની શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટનું આયોજન કરાયું
SHARE









માળીયા(મી)ના સુલતાનપુર ગામની શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટનું આયોજન કરાયું
માળીયા મિંયાણા તાલુકાની શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળામાં વેસ્ટ માંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ તેમના સામાજિક વિજ્ઞાનના શિક્ષકના માર્ગદર્શનથી નકામી વસ્તુમાંથી સુંદર બીજી વસ્તુઓ બનાવી હતી. અને બાળકોને આ પ્રોજેક્ટ ઘરે એટલે કે રજા ના દિવસમાં આપવામાં આવ્યો હતો. અને સોમવારની શાળા સમયે બાળકોએ બનાવેલ અલગ અલગ વસ્તુઓ શાળામાં બધા સમક્ષ એટલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમક્ષ રજુ થઇ હતી બાળકોને ઘણી મહેનત કરીને અલગ અલગ વસ્તુઓ બનાવી હતી અને તેમને બનાવેલી વસ્તુઓ બાળકો એ જાતે જ રજૂ કરી હતી આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુએ હતો કે બાળકોમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તેવો હતો અને તેમાં છોકરીઓ એ નકામી વસ્તુઓમાંથી અલગ અલગ પ્રકારના ઝુમ્મર અને તોરણ બનાવ્યા હતા. કેટલીક છોકરીઓ દીવાલ પર લગાવી શકાય એવી વસ્તુ બનાવી હતી અને છોકરાઓએ પૂઠાંમાંથી સુંદર આકારના ઘર, માટીના વાસણ અને બીજી અલગ અલગ ઘણી વસ્તુઓ બનાવી હતી. આ બધી બનાવેલી વસ્તુઓને શાળા સમક્ષ મૂકવામાં આવી હતી અને અન્ય બાળકો જોઈ શકે એ માટે રજૂ પણ કરવામાં આવી હતી
