મોરબીના પાંચ શિક્ષકોની કૃતિઓને જીસીઆરટી સહિતની શિક્ષણ સંસ્થાઓના શિક્ષણવિદોએ પ્રોત્સાહિત કરી
SHARE









મોરબીના પાંચ શિક્ષકોની કૃતિઓને જીસીઆરટી સહિતની શિક્ષણ સંસ્થાઓના શિક્ષણવિદોએ પ્રોત્સાહિત કરી
શિક્ષણ વિભાગ અને જી સી ઈ આર ટી ગાંધીનગર પ્રેરિત સાતમો રાજ્ય કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ ગત તા.૧૩ થી ૧૫ માર્ચના સાબરકાંઠા જિલ્લાના ડાયટ ભવન ઈડર ખાતે યોજાયો હતો.જેમાં સમગ્ર ગુજરાતમાંથી જિલ્લા કક્ષાએ પસંદ થયેલ શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગો રજુ કર્યા હતા.રાજ્ય કક્ષાનાં આ ફેસ્ટીવલમાં મોરબી જિલ્લામાંથી પસંદ થયેલ પાંચ શિક્ષકોએ પોતાના ઇનોવેશન રજુ કર્યા હતા.જેમાં પ્રાથમિક વિભાગમાં માળીયા તાલુકાના શિક્ષક બેચરભાઈ ગોધાણી, ટંકારા તાલુકાના કલ્પેશભાઈ પટેલ અને વિધીબેન પટેલ તેમજ માધ્યમિક વિભાગમાં ટંકારાના પ્રવિણભાઈ વાટકિયા અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી અમીતભાઈ તન્નાએ પોતાની શાળાઓમાં કરેલ બેસ્ટ પ્રેક્ટિસ રજુ કરી હતી.આ કાર્યક્રમમાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ અને જીસીઈઆરટીના નિયામક પ્રફુલભાઈ જલુ,.તાજેતરમાં નિવૃત થયેલ ટી.એસ.જોશી તેમજ શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે આ શિક્ષકોના સ્ટોલની મુલાકત લઈ તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.
