મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીને બેલા પાસે કારખાનાની ઓરડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે પકડાયા


SHARE









મોરબીને બેલા પાસે કારખાનાની ઓરડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે પકડાયા

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનાની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની વાતની મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી ૧૮ બોટલ દારૂ સાથે બે શખસો ઝડપાયા છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ પોલો સેનેટરીવેર નામના કારખાનાની રૂમ નંબર ૫૭ ની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઓરડીમાંથી ૧૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૬૮૯૫ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં વિજયભાઇ શિવાભાઇ ઝાલા (ઉ.૨૬) રહે. પોલો સેનેટરીવેર મુળ રહે. રામપરા, તા.ધ્રાંગધ્રા અને જગદીશભાઇ દિનેશભાઇ પારઘી (ઉ.૨૨) રહે. પોલો સેનેટરીવેર મુળ રહે. જશાપર, તા.ધ્રાંગધ્રા વાળા મળી આવ્યા હતા જેથી કરીને આ બંને શખ્સોની પોલીસે દારૂના જથ્થા સાથે ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ત્યાંથી લઈને આવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સતનામનગર સોસાયટીના નાકા પાસેથી પસાર થઇ રહેલા એક શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે હાલમાં ૧૮૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબ્જે કરીને મીત હિતેશભાઈ ભટ્ટી (ઉંમર ૧૯) રહે. સતનામનગર સનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લઇને આવ્યો હતો અને કોને આપવા માટે જતો હતો તે દિશામાં હાલમાં એ ડીવીઝન પોલીસે ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News