મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી અભયમ્ ટીમે ભૂલી પડેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવાયું


SHARE









મોરબી અભયમ્ ટીમે ભૂલી પડેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવાયું

હાલમાં જ ૧૮૧ મહિલા અભયમ્ ટીમ દ્વારા મોરબીમાં ભૂલી પડી ગયેલ પરપ્રાંતિય મહિલાને તેમના પરિવાર સાથે મીલન કરાવવામાં આવ્યું. વાત એમ છે કે, મોરબી શહેરના શનાળા બાયપાસ પાસેથી એક મહીલા ભુલી પડી ગયેલ હતા. તે મહીલા ૧૮૧ મહીલા અભયમ્ દ્વારા મળી આવી હતી. આ મળી આવેલ યુવતીને ૧૮૧ મહિલા અભયમ ટીમ દ્વારા સખી-વન સ્ટોપ સેન્ટર રીફર કરવામાં આવી હતી. સખી- વન સ્ટૉપ સેન્ટર – મોરબીના સ્ટાફ દ્વારા આ મહિલાને આશ્રય આપી કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.

સખી-વન સ્ટોપ સેન્ટર જ્યારે આ મહિલાને લાવવામાં આવેલ ત્યારે મહિલા કંઇ પણ બોલી શકવાની પરિસ્થિતિમાં નહોતી. જોકે મહિલાનું કાઉન્સેલીંગ કરતા તેમણે ગામનું નામ અને ખેતરમાં કામ કરતાં હોવાનો ઉલ્લેખ કરેલ. પોતે ઘરનુ રાશન લેવા માટે બજારમાં નીકળેલ ત્યાંથી ભુલી પડી ગયેલ હોવાની વિગતો ધ્યાને આવી હતી. બાદમાં સખી- વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ તે મહિલાના પતિનો સંપર્ક કરવા માટે થોરાળા ગામના સરપંચનો સંપર્ક કર્યો હતો.  થોરાળા ગામના સરપંચ દ્વારા મહિલાના પતિનો સંપર્ક થતાં મહિલાના પતિને સખી- વન સ્ટોપ સેન્ટર પર બોલાવી ખરાઈ કરીને મહિલાનો કબ્જો તેમના પતિને સોંપવામાં આવ્યો હતો. આમ, સખી વન સ્ટોર દ્વારા એક ભૂલી પડેલ મહિલાને પોતાના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.




Latest News