મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ગ્રામસેવક વર્ગ-૩ની ભરતીમાં બેચલર ઑફ રુરલ સ્ટડીઝના વિવિધ અભ્યાસક્રમનો સમાવેશ કરાયો: બ્રિજેશ મેરજા


SHARE









ગ્રામસેવક વર્ગ-૩ની ભરતીમાં બેચલર ઑફ રુરલ સ્ટડીઝના વિવિધ અભ્યાસક્રમનો સમાવેશ કરાયો: બ્રિજેશ મેરજા

પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે રાજયના યુવાઓને સરકારી સેવાનો વધુને વધુ લાભ મળે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ મહત્ત્વના નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગ્રામસેવક વર્ગ-૩ની ભરતીમાં બેચલર ઑફ રુરલ સ્ટડીઝ અભ્યાસક્રમની વિવિધ શાખાઓનો સમાવેશ કરવાનો મહત્ત્વનો અને યુવાહિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

મંત્રી મેરજાએ ઉમેર્યું કે લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય, સણોસરા દ્વારા પંચાયત સેવાની ગ્રામસેવક વર્ગ-૩ની ભરતી માટેની શૈક્ષણિક લાયકાતમાં બધા જ બી.આર.એસ. સ્નાતક અભ્યાસક્રમોનો સમાવેશ કરવા રાજ્ય સરકારને રજૂઆતો મળી હતી, જેને ધ્યાને લઈને આ મહત્ત્વનો નિર્ણય કરાયો છે. મંત્રીએ જણાવ્યું કે રાજયના વધુમાં વધુ યુવાનો ગ્રામવિકાસની કામગીરીમાં જોડાય અને પોતાની કારકિર્દી બનાવે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદના દાખવી આ યુવાહિતલક્ષી નિર્ણય કરાયો છે. જે અનુસાર બેચલર ઑફ રુરલ સ્ટડીઝ (બી.આર.એસ.)નો પંચાયત સેવા વર્ગ-૩ની ભરતીમાં સમાવેશ કરવા માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમ તેમણે ઉમેર્યું હતું.




Latest News