મોરબી જીલ્લામાં ત્રણ કરોડથી વધુના ખર્ચે થશે સુજલામ સુફલામ યોજનાના કામ: બ્રિજેશભાઇ મેરજા
મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇના અધ્યક્ષસ્થાને એટીવીટી કાર્યવાહક સમિતિની બેઠક મળી
SHARE









મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇના અધ્યક્ષસ્થાને એટીવીટી કાર્યવાહક સમિતિની બેઠક મળી
મોરબી- માળીયા(મીં) તાલુકા એટીવીટી કાર્યવાહક સમિતિની બેઠક મોરબી કલેકટર કચેરી ખાતે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં તેમણે જણાવ્યુ હતું કે, જિલ્લાના વિવિધ ગામોમાં સી.સી. રોડ, પેવર બ્લોક, પ્રાથમિક શાળા તથા આંગણવાડીના કામો, ઘન કચરાના નિકાલ માટેના કામો, એલ.ઇ.ડી. લાઇટના કામો, જાહેર શૌચાલય, પ્રાથમિક શાળામાં આર.ઓ પ્લાન્ટ, પશુને પીવાના પાણીના એવેડા સહિતના વિવિધ કામો માટે વર્ષ-૨૦૨૨-૨૩ માટે મોરબી- માળીયાના ૩૯ ગામોમાં સામાન્ય- ૪૧.૨૫ લાખ અને અ.જા.-૪.૫૦ લાખ, ટંકારા- પડધરીના ૫૦ ગામોમાં સામાન્ય- ૫૩ લાખ અને અ.જા.-૫.૭૫ લાખ તેમજ ધ્રોલ- જોડીયાના ૧૮ ગામોમાં સામાન્ય- ૧૯ લાખ અને અ.જા.-૨.૨૫ લાખ મુળી કુલ ૧૦૭ ગામોના ૧૨૫.૭૫ લાખના વિકાસ કામોનું આયોજન કરવામાં આવેલ છે. આ બેઠકમાં મંત્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ તથા ૨૦૨૧-૨૨ માં મંજુર થયેલ કામો પૈકી પ્રગતિ હેઠળના કામોની સમિક્ષા કરી હતી અને આ તમામ કામો સમયમર્યાદામાં પૂણ થાય તેની તકેદારી રાખવા અધિકારીઓને તાકિદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકાના નવા સાદુળકા, જુના સાદુળકા, ભરતનગર, લક્ષ્મીનગર, અમરનગર એમ પાંચ ગામોના રેવન્યુ રકબા અલગ કરવા અંગેની સમીક્ષા બેઠક પણ યોજાઇ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મામલતદાર, સીરસ્તેદાર એસ.એમ. બારીયા, રેવન્યુ તલાટી, પંચાયત તલાટીઓ ઉપસ્થિત રહયા હતાં.
