મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કાલે ભાજપ દ્વારા ઓરલ હેલ્થ એન્ડ ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાશે


SHARE









મોરબી જિલ્લામાં કાલે ભાજપ દ્વારા ઓરલ હેલ્થ એન્ડ ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાશે

મોરબીમાં કાલે ભાજપના યુવા મોરચાના સહયોગથી ઓરલ હેલ્થ-ડે હોવાથી ભાજપના મેડિકલ સેલ નિઃશુલ્ક ઓરલ કેન્સર ડિટેક્શન તથા સંપૂર્ણ ઓરલ હાઇજીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપ દ્વારા સેવા હી સંગઠનના મંત્ર સાથે લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે કાર્યો કરવામાં આવે છે. તે અંતર્ગત તા ૨૦ ના રોજ ઓરલ હેલ્થ-ડેની ઉજવણી માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલની પ્રેરણા અને પ્રોત્સાહનથી મોરબી જિલ્લામાં જુદા-જુદા સ્થળોએ ઓરલ હેલ્થ ચેકઅપ અને ઓરલ કેન્સર ડિટેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પ ૯:૩૦ થી ૧૨ વાગ્યા સુધી જુદા-જુદા સ્થળો પર યોજાશે જેમાં ડો.હિતેશ પટેલ (ઓમ હોસ્પિટલ સાવસર પ્લોટ મોરબી), ડૉ.અલ્પેશ ફેફર (રાધે હોસ્પિટલ મહેશ હોટલ સામે શનાલા રોડ મોરબી), ડો મિલન ઉઘરજા (એડવાન્સ્ડ ડેન્ટલ ક્લિનિક કન્યા છાત્રાલય રોડ મોરબી), ડૉ.ચિંતન પટેલ (બંધુ સમાજ હોસ્પિટલ પ્રતાપ રોડ વાંકાનેર), ડૉ.પરેશ પરમાર (સ્મિત ડેન્ટલ ક્લિનિક રેલ્વે સ્ટેશન રોડ હળવદ), ડૉ.ચંદ્રકાંત પટેલ (સદંત ડેન્ટલ ક્લિનિક લક્ષ્મીનારાયણ ચેમ્બર ટંકારા), ડૉ.મનીષ અઘારા (આસ્થા ડેન્ટલ ક્લિનિક માળીયા હાઇ-વે પીપલિયા ચાર રસ્તા) સેવા આપશે જેથી જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા ભાજપ દ્વારા અપીલ કરવામાં આવી છે.

રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી લાયન્સ ક્લબ સીટી તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા રકતદાન કેમ્પનું તા ૨૦ ના રોજ સવારે ૯થી ૧ સુધી ઉમા વિદ્યાસંકુલ સામે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ લોકો આ કેમ્પમાં જોડાય તેવી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીએ લોકોને અપીલ કરી છે. આ કેમ્પની વધુ માહિતી માટે પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરિયા મો. ૯૮૨૫૨ ૦૩૩૧૫ સહિતના હોદેદારોનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે

 




Latest News