મોરબીમાં શાહિદ દિન નિમિતે વીરાજંલી યાત્રા યોજાઇ
SHARE









મોરબીમાં શાહિદ દિન નિમિતે વીરાજંલી યાત્રા યોજાઇ
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી. પટેલ કોમર્સ કોલેજ દ્વારા શહીદ દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોને યાદ કરીને શહીદ ભગતસિંહને વીરાજંલી આપવામાં આવી હતી ત્યારે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા મોરબીના શનાળા રોડે આવેલ સ્કાઈ મોલથી ગાંધીચોક સુધી કાઢવામાં આવી હતી અને બાદમાં શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર તેમજ પ્રતીકાત્મક દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો હતો અને દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓને ખરા અર્થે શ્રદ્ધાંજલિ આપવા વીરાજંલી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના યુવાનો જોડાયા હતા
