માળીયા (મી)ના ગ્રામ્ય વિસ્તારમાંથી યુપીના શખ્સે કર્યું સગીરાનું અપહરણ
SHARE









માળીયા (મી)ના ગ્રામ્ય વિસ્તારમાંથી યુપીના શખ્સે કર્યું સગીરાનું અપહરણ
માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા અને ખેતીમાં મજૂરી કરતાં પરિવારની સગીર વયની દીકરીનું યુપીના શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશને સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર વાડીએ રહીને ખેતીમાં મજૂરીકામ કરતાં પરિવારની સગીર વયની દીકરીનું મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી સોમનાથ રામપ્રતાપ નામના શખ્સ દ્વારા બાદ ઇરાદે અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતાએ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એક્ટ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેમજ સગીરાને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
દેશી દારૂ
માળીયા તાલુકાના નવાગામે ગેબનશા પીરની દરગાહની બાજુમાં નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતા દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અઢીસો લીટર આથો, ૧૦ લિટર તૈયાર દેશી દારૂ, એક બાઇક અને અન્ય સાધન સામગ્રી મળીને પોલીસે કુલ મળીને ૧૫૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી સમીર જાકીરભાઇ ઉર્ફે જાકો જેડા (૧૯) રહે. ખીરાઈ અને અકબર વલીમામદ મેર (૨૧) રહે, ટીટોડી મોરો ફતેપર ગામ પાસે વાળાની ધરપકડ કરેલ છે
