ટંકારાના ઘુનડા ગામે ખેડૂતને દંડની ધમકી આપીને ૪૦૦૦ ની લાંચ લેતા સિંચાઇ વિભાગનો કલાર્ક પકડાયો
નવલખીથી હિમતનગર મોકલાતા ઇન્ડોનેશીયા કોલમાં ભેળસેળ કરનારા ૧૦ ટ્રક-ડમ્પરના ડ્રાઈવર-માલિકોની સામે ગુનો નોંધાયો
SHARE









નવલખીથી હિમતનગર મોકલાતા ઇન્ડોનેશીયા કોલમાં ભેળસેળ કરનારા ૧૦ ટ્રક-ડમ્પરના ડ્રાઈવર-માલિકોની સામે ગુનો નોંધાયો
મોરબી નજીકના નવલખી પોર્ટ ઉપરથી વાસુકી ટ્રેડલીંક પ્રા.લી.માંથી જુદાજુદા ૧૦ ટ્રક અને ડમ્પરમાં ઇન્ડોનેશીયા કોલ ભરવામાં આવ્યો હતો અને આ કોલને હિમતનગર ખાતે આવેલ અંબુજા એક્ષ્પર્ટ લી. કંપનીમાં પહોચડવાનો હતો જો કે, રસ્તામાં ઉચ્ચી ગુણવતાનો કોલ કાઢીને તેની જગ્યાએ ટ્રક અને ડમ્પરમાં માટીની ભેળસેળ કરવામાં આવી હતી જેથી કરીને કંપનીના કર્મચારી દ્વારા માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ૧૦ ટ્રક અને ડમ્પરમાં કોલ ભરીને રવાના કરવામાં આવ્યો હતો તેના ડ્રાઈવર અને માલિક સહિતના સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેની તપાસ એલસીબીના પીએસઆઈને સોપવામાં આવી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના નવલનગર શેરી નં.-૩ માં ‘‘મહાકાળી ભુવન’’ ખાતે રહેતા જસ્મીનભાઇ બાલશંકર માઢક જાતે રાજગોર બ્રાહ્મણ (ઉ.૪૫) એ હાલમાં ટ્રક નં.- જીજે ૧૦ ટિયું ૮૪૩૧ ના ચાલક કાળુભાઇ, ટ્રક નં. જીજે ૧૨ એસી ૬૮૦૫ ના ચાલક અને માલીક સુનિલ વિરડા રહે. સોનગઢ તા. માળીયા, ૩ ટ્રક નં. જીજે ૧૦ ટિટિ ૩૮૬૨ નો ચાલક, ટ્રક નં. જીજે ૧૦ ટીવી ૧૮૩૮ નો ચાલક, ટ્રક નં. જીજે ૩૬ વી ૫૯૯૪ નો ચાલક, ટ્રક નં. જીજે ૧૨ બીડબલ્યુ ૫૭૭૯ નો ચાલક, ટ્રક નં. જીજે ૩૬ ટી ૬૦૨૪ નો ચાલક, ટ્રક નં. જીજે ૩૬ વી ૧૨૮૯ નો ચાલક, ટ્રક નં. જીજે ૩૬ ટી ૫૯૯૪ નો ચાલક અને વિરાટ લોજીસ્ટીક વાળા દિપક વશરામભાઇ રહે. વોર્ડ નં.-૮, ઓસલો સર્કલ, ગાંધીધામ તેમજ તપાસમાં ખુલે તે તમામની સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં તેને જણાવ્યુ છે કે, તા.૦૩/૦૩/૨૦૨૨ થી ૦૯/૦૩/૨૦૨૨ દરમ્યાન નવલખી પોર્ટથી અંબુજા એક્ષ્પર્ટ લી. કંપની હિમતનગર ખાતે કોલસો ભરીને રવાના કરવામાં આવ્યો હતો ત્યારે આરોપીએ એકબીજા સાથે મેળાપીપણુ કરીને તેના ટ્રક અને ડમ્પરના ચાલકોએ વાસુકી ટ્રેડલીંક પ્રા.લી. નવલખી પોર્ટ ખાતેથી ભરેલ ઇન્ડોનેશીયા કોલમાં ભેળસેળ કરી હતી અને ૩૪૦૦ જીસીવીની ગુણવંતા વાળો કોલસો ભરી અંબુજા એક્ષ્પર્ટ લી.કંપની હિમતનગર ખાતે પહોચાડવા માટે ટ્રક અને ડમ્પરને રવાના કરવામાં આવ્યા હતા દરમ્યાન જેતે સ્થિતીમાં પહોચડવાની જવાબદારી આરોપીઓની હતી.
જો કે તે જવાબદારી નહી નિભાવી દશ ટ્રકમાં ભરેલ કુલ ૩૫૩ મેટ્રીકટન અને ૧૦૦ કિ.ગ્રા. કુલ જેની કિંમત ૨૨,૫૬,૭૬૮ ના કોલસામાં પરિવહન દરમ્યાન ટ્રક અને ડમ્પર ઉપર બાંધેલ તાલપતરી તથા રસ્સા ઉપર મારેલ શીલ તોડીને બંધપાત્ર ખોલી તેમાંથી ઉચ્ચ ગુણવંતા વાળો કોલસો કાઢી ટ્રકમાં રહેલ બાકીના કોલસામાં હલકી ગુણવતા વાળો કોલસા અને માટીની ભેળસેળ કરી હતી અને વિશ્વાસઘાત કરેલ છે જેથી પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇપીસી કલમ ૪૦૭, ૪૬૧, ૪૬૨, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
