મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ગુજરાત ભાજપના શિસ્ત  સમિતિના ચેરમેનના હોમ ગ્રાઉન્ડ મોરબીમાં શિસ્તના લીરે લીરા છતાં મૌન: રમેશ રબારી


SHARE













ગુજરાત ભાજપના શિસ્ત  સમિતિના ચેરમેનના હોમ ગ્રાઉન્ડ મોરબીમાં શિસ્તના લીરે લીરા છતાં મૌન: રમેશ રબારી

ગુજરાત પ્રદેશ ભાજપના શિસ્ત  સમિતિના  ચેરમેન તરીકે ભાજપના આગેવાન અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાને જવાબદારી સોપવામાં આવી છે ત્યારે તેઓના હોમ ગ્રાઉન્ડ એટ્લે કે મોરબીમાં જ શિસ્તના નામે લીરે લીરા ઊડી રહ્યા છે તો પણ મોહનભાઇ કેમ મૌન છે તેવો સવાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ કર્યો છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ કહ્યું હતું કે, થોડા સમય પહેલા મોરબી પાલિકામાં પ્રમુખ કુસુમબેન પરમારના પતિએ તેઓના વાડી વિસ્તારમાં કામ બાબતે અરજદારની સાથે ગાળાગાળી કરી હતી તેનો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો તેવી જ રીતે મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ જમીનના ધંધાર્થી સાથે બેફામ ગાળાગાળી કરી હતી તેનો પણ ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો તેમજ છતાં પણ ગુજરાત પ્રદેશ ભાજપના શિસ્ત  સમિતિના  ચેરમેન અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા કે જે મોરબીમાં જ રહે છે તેઓ કેમ મૌન છે તેવો સવાલ તેમણે કર્યો છે

હાલમાં જે રીતે ભાજપના આગેવાનો અને હોદેદારો દ્વારા બેફામ વાણી વિલાસ કરવામાં આવી રહયો છે અને તેના ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થાય છે તો પણ શિસ્ત સમિતિ દ્વારા કોઇની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી જેથી કરીને ભાજપની આબરૂના લીરેલીરા થઈ રહ્યા છે ત્યારે આ મુદે આગામી દિવસોમાં ગુજરાત ભાજપની શિસ્ત સમિતિના ચેરમેન દ્વારા શું પગલાં લેવામાં આવશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે અને જો ગુજરાત ભાજપની શિસ્ત સમિતિના ચેરમેન  દ્વારા પોતાના હોમ ગ્રાઉન્ડમાં કોઈ પગલાં નહીં લેવામાં આવે તો આખા ગુજરાતમાં તેની વિપરીત અસર જોવા મળશે અને આગેવાનો દ્વારા આવો બેફામ વાણી વિલાસ અરજદારો સહિતના લોકોની સાથે ચાલુ જ રાખવામા આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી




Latest News