મોરબીમાં રહેતા યુવાનની બહેને કરેલા કેસનો ખાર રાખીને બનેવીએ સાળાને પાઇપ વડે માર માર્યો
વાંકાનેરના પંચસિયા નજીકથી મળી આવેલ બાળકીનું પરિવાર સાથે સી-ટીમે મિલન કરાવ્યુ
SHARE
વાંકાનેરના પંચસિયા નજીકથી મળી આવેલ બાળકીનું પરિવાર સાથે સી-ટીમે મિલન કરાવ્યુ
વાંકાનેર સી ટીમના મોમજીભાઇ રામજીભાઇ ચૌહાણ, મનજીભાઇ હમીરભાઇ શીયાળ, અકીલભાઇ હાસમભાઇ બાંભણીયા તથા વુમન લોકરક્ષક હીનાબેન હમીરભાઇ પાંચીયાને પંચાસીયા પવનસુત પેપરમીલ પાસેથી એક ૬ વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી જેથી કરીને બાળકીનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ અન્નપુર્ણા જીતેન હોવાનું સામે આવ્યું હતું જેથી તેના વાલીને શોધવા માટેનો કવાયત શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ બાળકીના પિતા જીતેનભાઇ કૈલાશભાઇ વસુનીયા રહે. હાલ માઇક્રોન કંપનીમાં તા.જી.મોરબી મુળ-બલગાવડી જી.ધાર(એમ.પી) વાળા મળી આવ્યા હતા જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સી ટીમે બાળકીનું તેના માતા- પિતા સાથે સુખદ મીલન કરાવેલ હતું.