મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળિયા(મી) નેશનલ હાઈવે પરથી દારૂ-બિયર ભરેલ ઇનોવા કાર સાથે એક પકડાયો


SHARE







માળિયા(મી) નેશનલ હાઈવે પરથી દારૂ-બિયર ભરેલ ઇનોવા કાર સાથે એક પકડાયો

માળિયા(મી) નેશનલ હાઈવે પરથી ઈનોવા કાર પસાર થતી હતી તેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે હાલમાં કાર સહિત ૪.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા(મી) પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલ ચેક પોસ્ટ નજીકથી ઈનોવા કાર નંબર જીજે ૨૧ એમ ૬૬૮૬ જતી હતી તેને રોકીને પોલીસે કારને ચેક કરી હતી ત્યારે કારમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલ અને ૬૭૨ બીયર મળી આવ્યા હતા જેથી પોલીસે કાર, મોબાઈલ અને દારૂ બીયર સહિત ૪,૪૭,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને મયુરસિંહ ભરતસિંહ રાઠોડ રહે. સુખપર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને અન્ય આરોપી રવિ પટેલનું નામ સામે આવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News