માળિયા(મી) નેશનલ હાઈવે પરથી દારૂ-બિયર ભરેલ ઇનોવા કાર સાથે એક પકડાયો
મોરબી અને વાંકાનેરમાં કાલે હરીચરણદાસજીની પુણ્યસ્મૃતિમાં હનુમાન ચાલીસા પાઠ યોજાશે
SHARE









મોરબી અને વાંકાનેરમાં કાલે હરીચરણદાસજીની પુણ્યસ્મૃતિમાં હનુમાન ચાલીસા પાઠ યોજાશે
આવતી કાલે રવિવારે તા.૩-૪ ના રોજ શ્રી રામધામ જાલીડા મકામે પ.પુ.ગુરૂદેવ શ્રી હરીચરણદાસ મહારાજના અંતરિક્ષથી આશિર્વાદ મેળવવા માટે પુ.ગુરૂદેવના પ્રિય હનુમાન ચાલિસાના પાઠનું આયોજન કરાયેલ છે.જેમાં શ્યામ ધુન મંડળ દ્રારા રામધુન યોજાશે.ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે.કાર્યક્રમ સાંજે ૫ થી ૮ યોજાશે.કાર્યક્રમમાં આવનાર ગુરૂભાઈઓએ રવિવાર ૧૨ વાગ્યા સુધીમાં આવનાર લોકોની સંખ્યા મોબાઇલ નંબર ૯૮૨૫૨ ૨૪૬૩૩, ૯૯૨૪૪ ૯૯૨૦૨, ૯૭૧૨૯ ૮૦૨૭૮ ઉપર લખાવી દેવા શ્રી રામધામ ટ્રસ્ટ જાલીડા (વાંકાનેર) એ યાદીમાં જણાવેલ છે.
સુંદરકાંડના પાઠ યોજાશે
ગોંડલ સ્થિત રામજી મંદિર નાં સદગુરૂ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ફાગણ સુદ-૧૧ તા.૨૮-૩-૨૨ ને સોમવારના રોજ બ્રહ્મલીન થયા.તેમની શ્રધ્ધાંજલિ તેમજ પુષ્પાંજલિ રૂપે મોરબીના ગુરુભાઈઓ દ્વારા તા.૫-૪ ને મંગળવારના રોજ રાત્રે ૯ કલાકે મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સુંદરકાંડના પાઠનુ આયોજન કરવામા આવ્યુ છે.સંગીતમય શૈલીમા સુંદરકાંડનુ રસપાન કરવા તેમજ ગુરૂજીને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવા શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકોએ અપીલ કરેલ છે.
