મોરબી જલારામ મંદિરે મહાપ્રસાદ યોજી ઘરના મોભીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
માળીયા તાલુકાનાં સુલતાનપુર ગમી શાળામાં મતદાન જાગૃતિ દિવસ ઉજવાયો
SHARE









માળીયા તાલુકાનાં સુલતાનપુર ગમી શાળામાં મતદાન જાગૃતિ દિવસ ઉજવાયો
માળિયા મિંયાણા તાલુકાની સુલતાનપુર પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ દિવસની બાળકો અને શિક્ષકોએ સાથે મળીને ઉજવણી કરી હતી.આ ઉજવણીમાં ચિત્ર સ્પર્ધા, સૂત્ર સ્પર્ધા અને કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકોએ સ્પર્ધામાં ભાગ લઈને જાતે મતદાનને લગતા સૂત્રો, કાવ્ય અને અલગ અલગ સુંદર ચિત્રો જાતે જ દોર્યા હતા અને સામાજિક વિજ્ઞાનને લગતો એક મુદ્દો લોકશાહી તંત્ર આ મુદ્દાની સમજ પણ બાળકોમાં આ બધી પ્રવૃત્તિ કરાવીને આપવામાં આવી હતી.ભારત દેશને લોકશાહી દેશ કેમ કહેવામાં આવે એ મુદ્દો આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને સારી રીતે સમજાવવામાં આવ્યો હતો.
