મોરબી સીરામિક ઉદ્યોગને ટકાવી રાખવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
હળવદના કડીયાણા ગામે અગાસી ઉપરથી નીચે પટકાયેલ યુવાનનું સારવારમાં મોત
SHARE









હળવદના કડીયાણા ગામે અગાસી ઉપરથી નીચે પટકાયેલ યુવાનનું સારવારમાં મોત
હળવદ તાલુકાના કડીયાણા ગામે અગાસી ઉપરથી યુવાન નીચે પડી ગયો હતો જેથી તે યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા મહેશભાઈ ધીરજભાઈ વાઢરકીય (ઉંમર ૪૦) પોતાના ઘરે અગાસી ઉપરથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન રાજકોટ ખાતે તેનુ મોત નિપજતા આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરી હતી
એક બોટલ દારૂ
મોરબીના રંગપર ગામ પાસે પાવડીયારી કેનાલ નજીકથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હાલમાં હાર્દિક કેશવજીભાઇ કડીવાર જાતે પટેલ (ઉંમર ૨૬) રહે. વાઘપર પીલુડી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
