હળવદના કડીયાણા ગામે અગાસી ઉપરથી નીચે પટકાયેલ યુવાનનું સારવારમાં મોત
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફ્રિજનું નહીં આ પાણી પીવાથી થશે અનેક ફાયદા
SHARE









ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફ્રિજનું નહીં આ પાણી પીવાથી થશે અનેક ફાયદા
ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગયેલ છે અને ૧૧૨ વર્ષનો ગરમીનો રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો છે ત્યારે આવી સ્થિતિમાં, ઘણા લોકોએ ગરમીને દૂર કરવા અને શરીરને ઠંડક આપવા માટે ફ્રીઝમાં રાખેલા પાણીનું સેવન કરવાનું શરૂ કર્યું છે પરંતુ શું તમે જાણો છો કે ફ્રિજનું ઠંડુ પાણી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ સર્જે છે.
ત્યારે શરીરને રોગોથી દૂર રાખવા અને ઠંડા પાણીથી તરસ છીપાવવા માટે, તમે ઘડાના વિકલ્પને પસંદ કરી શકો છો. માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. આટલું જ નહીં, તેમાં રહેલા ઘણા ફાયદાકારક મિનરલ્સ પણ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે ઘણીવાર ગરમી હોય ત્યારે વ્યક્તિ ફ્રીઝમાં રાખેલ ઠંડુ પાણી પીવે છે, જેનાથી તેના ગળા અને શરીરને ખરાબ અસર થાય છે તો બીજી તરફ ઘડાનું પાણી પીવાથી ગળા પર કોઈ ખરાબ અસર પડતી નથી. અને માટીના વાસણમાં રાખવામાં આવેલા પાણીમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ શરીરના ગ્લુકોઝ લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. અને શરીરને ઠંડક આપવાનું કામ કરે છે જો ઘડાનું પાણી નિયમિતપણે પીવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે છે. પ્લાસ્ટિકની બોટલમાં પાણી રાખવાથી અશુદ્ધિઓ ભેગી થાય છે અને પાણી અશુદ્ધ બને છે. તેમજ માટીના વાસણનું પાણી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. ખાસ વાત એ છે કે ખરાબ કોલેસ્ટ્રોલની માત્રામાં ઘટાડો કરીને તે હાર્ટ એટેકની શક્યતાને પણ ઘટાડે છે આટલું જ નહીં માટીના વાસણનું પાણી પીવાથી ત્વચાને લગતી અનેક સમસ્યાઓ જેવી કે ફોલ્લીઓ, પિમ્પલ્સ અને ખીલમાંથી રાહત મળે છે.
