મોરબીના લોકો વૃક્ષોની લાક્ષણિકતા, પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે જાણે તે માટે કાર્યશાળા યોજાઇ
મોરબી : વાંકાનેરના જાલી ગામે ડાયરામાં ફરીદાબેન મીર અને બ્રીજરાજદાન ગઢવીએ બોલાવી રમઝટ
SHARE









મોરબી : વાંકાનેરના જાલી ગામે ડાયરામાં ફરીદાબેન મીર અને બ્રીજરાજદાન ગઢવીએ બોલાવી રમઝટ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લામાં સૌપ્રથમ વાંકાનેરના જાલી બસ સ્ટેન્ડ પાસે વિશાળ જગ્યામાં ભગવાન માંધાતા અને સંત શ્રીવેલનાથ બાપુના ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આ જગ્યા ઉપર તા.૨ એપ્રિલને શનિવારે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં સાતથી આઠ હજાર જેટલા તમામ સમાજના લોકો, સંતો-મહંતોએ હાજરી આપી હતી.
પ્રખ્યાત કલાકારો ફરીદાબેન મીર, બ્રીજરાજદાન ગઢવી અને આદિત્યદાન ગઢવીએ લોકગીતો અને લોકસાહિત્યની રમઝટ બોલાવતા લોકો ઝૂમી ઉઠ્યા હતા.લોક ડાયરાનો રાજકીય નેતાઓએ પણ લાભ લીધો હતો.જેમાં મોરબીમાં રહેતા રાજકોટના સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, માજી સંસદસભ્ય દેવજીભાઈ ફતેપરા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, વાંકાનેર તાલુકા પંચાયત ટીમ, વાઘજીભાઈ, રતિલાલભાઈ દરેક સમાજના આગેવાનોએ હાજરી આપી હતી.સમસ્ત કોળી સમાજ (માંધાતા ગ્રુપ) વાંકાનેરના સ્થાપક અને સંચાલક જિજ્ઞાસાબેન મેરના હસ્તે કલાકારો અને આગેવાનોનું અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યું હતું.સમસ્ત કોળી સમાજે કરેલાં આ લોકડાયરાની તમામ સમાજે પ્રશંસા કરી હતી.સાથે વાંકાનેરની આજુબાજુના ગામોના અને માલિયાસણ ગામના માંધાતાગ્રુપના લોકો દ્વારા જીજ્ઞાશાબેન મેરનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતુ.
