માળીયા(મી), ટંકારા અને મોરબીમાંથી દેશી-વિદેશી દારૂ અને બીયર સાથે ત્રણ પકડાયા : બેની શોધખોળ
મોરબીના સુલતાનપુરની શાળામાં નકામા કાગળ ફેંકવાને બદલે કરાઇ છે કઈંક નવું
SHARE
મોરબીના સુલતાનપુરની શાળામાં નકામા કાગળ ફેંકવાને બદલે કરાઇ છે કઈંક નવું
શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ચેતનકુમાર વનાળિયા ફરજ બજાવે છે.તે સામાજિક વિજ્ઞાનના શિક્ષક છે અને શિક્ષણ સાથે સાથે બાળકોને પ્રવૃતિમય રાખવાનો પણ સારો એવો પ્રયાસ કરે છે તેમને એક નવો પ્રયોગ કર્યો હતો કે બાળકોના જે લેશનના ચોપડા હોય છે તે પૂરા થઈ ગયા પછી તેઓ ગમે ત્યાં ફેંકી દેતા હોય છે અથવા તેનો કોઈ અન્ય રીતે ઉપયોગ કરવામાં આવતો નથી તો સામાજિક વિજ્ઞાનના શિક્ષકે તેનો એક સુંદર પ્રયોગ હાથ ધર્યો એટલે કે આવા નકામા ચોપડાને પલાળીને તેને કઈક સુંદર આકાર આપીને શાળામાં કે ઘરમાં તેનો શણગાર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.આ પ્રયોગમાં કોઈપણ પ્રકારનો ખર્ચો નથી અને નકામા કાગળનો પણ સદુપયોગ થશે એટલે કાગળ કચરાપેટીમાં જવાના બદલે શાળામાં શણગારનું કામ કરશે અને આ પ્રવૃત્તિ શાળાના સમયે નહિ પણ રજાના દિવસમાં આપવામાં આવી હતી.બાળકોએ અલગ અલગ સુંદર આકારો સાથે સુંદર અને અદભૂત વસ્તુ બનાવી હતી.આ પ્રયોગનો એક મુખ્ય ધ્યેયએ હતો કે વધતા જતા પ્રદૂષણને ઓછું કરીને દેશને પ્રદૂષણ મુકત બનાવવું અને બાળકોમાં સર્જનાત્મક શક્તિ કેળવી.