મોરબીના સુલતાનપુરની શાળામાં નકામા કાગળ ફેંકવાને બદલે કરાઇ છે કઈંક નવું
મોરબીમાં મારામારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઈ
SHARE








મોરબીમાં મારામારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઈ
મોરબીના નવલખી રોડ ઉપર ધક્કાવાળી મેલડી મંદિર સામે આવેલ ન્યુ રેલ્વે કોલોનીમાં થોડા દિવસો પહેલા મારામારી અને ઘરમાં તોડફોડનો બનાવ બન્યો હતો જેમાં બે સામે ફરિયાદ નોંધાઈ હતી તે બનાવમાં સામેના પક્ષ દ્વારા વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ન્યુ રેલવે કોલોની અંબિકા રોડ ધક્કાવાળી મેલડી મંદિર સામે રહેતા રમાબેન પ્રવિણભાઇ કલોતરા જાતે રબારી નામની ૪૫ વર્ષીય મહિલાએ ત્યાં જ રહેતા રાજુભાઇ ભરવાડ અને તેમના પત્ની ગીતાબેન રાજુભાઇ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, સામેવાળા કપડાં ધોયાનું ગંદુ પાણી પોતાના ઘર પાસે છોડતા હોય તેઓને આ બાબતે વાત કરવા જતાં ઝઘડો કરવામાં આવ્યો હતો અને ઢીકાપાટુનો મુઠ માર મારવામાં આવ્યો હતો.હાલમાં એ ડીવીઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
પરિણીતા સારવારમાં
થાન પંથકના મનડાસર ગામની રહેવાસી એકતાબેન સુરેશભાઈ જેસાભાઈ ડાભી નામની ૨૫ વર્ષિય પરિણીતાએ ઝેરી દવા પી લેતાં તેણીને સારવાર માટે અહીં મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એકતાબેનનો લગ્નગાળો નવમાસનો હોય પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે થાન પોલીસને જાણ કરવામાં આવેલ છે. જ્યારે મોરબીની અવની ચોકડી કેનાલ પાસે આવેલ મધર પેલેસમાં રહેતા પન્નાબેન જયંતીભાઈ કાવર નામની ૪૨ વર્ષીય મહિલાએ વધુ પડતી ઉંઘની ટીકડીઓ ખાઈ લેતા તેઓને સારવારમાં ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.
