મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાશે કાર્યક્રમો યોજાશે
SHARE









મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાશે કાર્યક્રમો યોજાશે
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન હેઠળ સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુશ્રી રામની જન્મજયંતિ રામનવમી આગામી તા.૧૦-૪ ને રવિવારના રોજ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવાનુ આયોજન મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામા આવ્યુ છે.
જે અંતર્ગત સાંજે ૪ કલાકે રામધૂન, ૫ કલાકે સર્વજ્ઞાતિય ૫ થી ૧૨ વર્ષના બાળકો માટે વેશભુષા સ્પર્ધા, સાંજે ૭ કલાકે મહાઆરતી તેમજ સર્વે રામભક્તો માટે મહાપ્રસાદનુ આયોજન શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ ખાતે કરવામા આવ્યુ છે.વેશભુષા સ્પર્ધા વિનામુલ્યે તેમજ સર્વજ્ઞાતિય રહેશે.જેમા બાળકોએ પ્રભુ શ્રીરામનો વેશ ધારણ કરવાનો રહેશે તેમજ બે મીનીટમા પોતાનુ વ્યક્તવ્ય આપવાનુ રહેશે.સ્પર્ધામા ભાગ લેનાર દરેક સ્પર્ધકોને ઈનામો આપવામા આવશે તેમજ વિજેતા સ્પર્ધકોને મુખ્ય ઈનામો આપવામા આવશે.સ્પર્ધામા ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન આવશ્યક હોય, રજીસ્ટ્રેશન માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના અગ્રણી કૌશલભાઈ જાની (મો.૭૦૬૯૬ ૭૫૨૧૯) અથવા હરીશભાઈ રાજા (મો.૯૮૭૯ ૨૧૮૪૧૫) નો સંપર્ક કરવાનો રહેશે.રજીસ્ટ્રેશન તા.૮-૪ ને શુક્રવાર સુધીમા કરાવવા યાદીમાં જણાવાયેલ છે.
