મોરબીના પંચાસર ગામે વાડીએ પડેલા ૯૦૦ મણ તૈયાર એરંડાનો પાકને સળગાવી નાખનારા બે આરોપીની ધરપકડ
વાંકાનેરના ગારિયા ગામે ખેતરમાંથી ૯ બોટલ દારૂ-૧૯૨ બીયર સાથે એક પકડાયો
SHARE









વાંકાનેરના ગારિયા ગામે ખેતરમાંથી ૯ બોટલ દારૂ-૧૯૨ બીયર સાથે એક પકડાયો
વાંકાનેર તાલુકાના ગારિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૯ બોટલ દારૂ અને ૧૯૨ બીયરના ટીન સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસે દારૂની બોટલો અને બીયરના ટીન ક્યાંથી આવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ નાળિયેરી ગામના રહેવાસી અને વાંકાનેર તાલુકાના ગારિયા ગામની સીમમાં રહેતા વિજય જીવાભાઇ મેર જાતે કોળી (૨૨) ના કબજા ભોગવટા વાળા ખેતરમાં દારૂ બિયરનો જથ્થો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૯ બોટલ દારૂ અને ૧૯૨ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૫૬૮૦ રૂપિયાની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને વિજય જીવાભાઇ મેર જાતે કોળી (૨૨) ની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂ બિયરનો જથ્થો તે ત્યાંથી લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવે છે
