મોરબી જિલ્લાના કર્મચારીઓ કાલે જૂની પેન્શન યોજના ચાલુ કરવા મુદે રેલી અને ધરણા યોજાશે
મોરબીના ખોખરા નજીક હરિહરધામ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં હનુમાનજી ૧૦૮ ફુટ ઊંચી મૂર્તિનું કરાશે અનાવરણ
SHARE









મોરબીના ખોખરા નજીક હરિહરધામ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં હનુમાનજી ૧૦૮ ફુટ ઊંચી મૂર્તિનું કરાશે અનાવરણ
મોરબીના બેલા પાસેના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ૧૦૮ ફુટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણનો ભવ્ય કાર્યક્રમ યોજવાનો છે ત્યારે આવતી કાલ તા.૮-૪ થી ૧૬-૪ દરમિયાન રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેથી તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ હાજર રહેવાના છે.
મોરબી તાલુકાનાં બેલા મુકામે ગુજરાતની સૌથી ઊંચી હનુમાનજી મહારાજની ૧૦૮ ફુટ ઊંચાઈ ધરાવતી પ્રતિમા ખોખરા હનુમાન હરિહરધામ ખાતે નિર્માણ પામેલ છે ત્યારે આ પ્રતિમાના અનાવરણ અવસર ઉપર મહામંડલેશ્વર શ્રીશ્રી ૧૦૦૮ પ.પૂ. માઁ કનકેશ્વરીદેવીજીના વ્યાસસને તા. ૮ થી ૧૬ એપ્રિલ સુધી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ રામકથાના શુભારંભે તા.૮ ના રોજ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થશે અને કથા પ્રારંભે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં ઉત્તરપ્રદેશના રાજયપાલ શ્રીમતિ આનંદીબેન પટેલ પણ હાજર રહેવાના છે તેની સાથે અનેક સંતો-મહંતો, અનેક રાજદ્વારી મહેમાનો-મહાનુભાવો પધારશે સાથોસાથ લગભગ રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પોતાની અદભુત કલા પીરસસે અને ત્યારે ૭ જેટલા સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમજ ગૌમાતા વિષે એક સત્ર, આરોગ્ય વિષયક ૩ જેટલા વિવિધ કેમ્પ કરવામાં આવશે આ ધામમાં સંસ્કૃત પાઠશાળા, વેદ વિદ્યાલય, યજ્ઞશાળા, ગૌશાળા, અતિથિ ભુવન, ચબૂતરો ઉપરાંત અનેકવિધ પ્રવૃતિઓ થઈ રહી છે.
ખોખરા ગામ ખાતે આવતીકાલ તા.૮ ના સવારે ૮:૩૦ કલાકે પોથીયાત્રા યોજાશે. દરરોજ સવારે ૯ થી બપોરના ૧ સુધી તા.૧૬ સુધી કથાનું મહામંડલેશ્વર પુ.કનકેશ્વરીજી રસપાન કરાવશે.દરોજ બપોરના કથા વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે.આગામી તા.૧૧ ના સવારે ૧૦:૩૦ કલાકે ગૌમહિમા ધર્મસભાનું આયોજન કરાયેલ છે તેમજ સંતવાણીના કાર્યક્રમ યોજાયા છે જેમાં તા.૧૦ ના રોજ શૈલેષ મહારાજ અને સાધ્વી જયશ્રીદાસજી તેમજ ગોપાલ બારોટ રમઝટ બોલાવશે. ત્યારબાદ તા.૧૨ એપ્રિલના નિરંજન પંડ્યા, પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને દમયંતીબેન બરડાઈ જ્યારે તા.૧૩ ના બીરજુ બારોટ, દક્ષાબેન પરમાર અને હરસુખગીરી ગોસ્વામી તેમજ તા.૧૪ ના લલીતાબેન ઘોડાદરા, પ્રવીણદાન ગઢવી, ભરતદાન ગઢવી અને મુકેશ મહારાજ જ્યારે તા.૧૬ ના કિર્તીદાન ગઢવી ગ્રુપ અને દેવરાજ ગઢવી તેમજ નારાયણ ઠાકર સંતવાણીની રમઝટ બોલાવવાના હોય તેનો પણ લાભ લેવા આયોજકો દ્વારા જણાવેલ છે.તા.૧૧ ના રોજ ગૌ મહિમા ધર્મસભાનું આયોજન કરાયું છે જેમાં ભારત સાધુ સમાજના પ્રમુખ પૂજ્ય મુકતાનંદ બાપુ કાર્યક્રમના અધ્યક્ષ પદે હાજર રહેશે તેમજ વિશ્વની સૌથી મોટી ગૌશાળા બનાવનાર ગૌઋષી પૂજ્ય દતશરણાનંદજી મહારાજ પણ પધારશે.
કથાના મુખ્ય યજમાન મોરબી જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા તેમજ વિવિધ સેવાઓ આપનાર નિખિલભાઇ નંદા પરિવાર, વિજયભાઈ મકવાણા પરિવાર, ભગુભાઈ માણેકભાઈ પટેલ પરિવાર અને પરેશભાઈ હિરપરા પરિવાર તેમજ સદગુરુ પરિવાર નાસિક, મહેશભાઈ ટિંબડિયા કોઠાપીપરીયા, ફરશુભાઈ ગોકલાણી રાધનપુર, નવઘણભાઈ ભરવાડ જખવાડા, હિમાંશી મોરી અને ભરત સોલંકી વિરમગામ, ભીખાભાઇ પટેલ અમદાવાદ, જગદીશ પટેલ અમગાવાદ તેમજ પરસોતમ કુંડારીયા મોરબી તેમજ શ્રી ખોખરા હનુમાન હરીહરધામ સેવા સમિતિ-બેલા(મોરબી) આસપાસના ગ્રામજનો તેમજ નામી-અનામી સેવકો સહિતના યજમાનો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
