માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીની શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજમાં 'Employability Skills' વિદ્યાર્થિનીઓ માટે વર્કશોપ યોજાયો


SHARE

















મોરબીની શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજમાં 'Employability Skills' વિદ્યાર્થિનીઓ માટે વર્કશોપ યોજાયો

રાજકોટની દર્શન યુનિવર્સિટી અને મોરબીની શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજ નાં સંયુક્ત ઉપક્રમે 'Employability Skills' વિષય પર વર્કશોપ યોજાયો હતો જેમાં B.Com., BBA, BCA & B.A. ની વિદ્યાર્થિનીઓ જોડાઈ હતી અને આ વર્કશોપમાં દર્શન યુનિવર્સિટીના પ્રોફેસર ડો. ધવલ વ્યાસ દ્વારા કોમર્સ, મેનેજમેન્ટ અને આઈ.ટી. ક્ષેત્રે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ અલગ-અલગ કેરિયર ઓપ્શન વિશેનું ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ગવર્મેન્ટ જોબ, પ્રાઇવેટ જોબ, બિઝનેસ, પ્રોફેશન તથા ગ્રેજ્યુએશન બાદ થતા માસ્ટર્સ, ડિપ્લોમા અને સ્કિલ ડેવલોપમેન્ટને લગતા વિવિધ પ્રોફેશનલ અને સર્ટિફિકેટ કોર્ષ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી હતી. તેમજ ડો. નવજ્યોત રાવલ દ્વારા Resume Building and Interview Techniques જેવા મહત્વનાં વિષય પર માર્ગદર્શન આપવામાં આવેલું હતું. જેમાં વિવિધ પ્રકારના રિઝ્યુમ, રિઝ્યુમ બનાવવા માટેનું ફોર્મેટ તથા જોબ મેળવવા માટે ઇન્ટરવ્યૂ પહેલા અને ઇન્ટરવ્યૂ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલું હતું અને અંતે બધા જ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ વર્કશોપનું આયોજન વિદ્યાર્થીઓ પોતાની એકેડેમિક અને પ્રોફેશનલ કેરિયરમાં સારી રીતે સફળતા મેળવી શકે તે ઉદ્દેશ્યથી કરવામાં આવેલું હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીમતી આર.ઓ.પટેલ મહિલા કોલેજનાં પ્રિન્સિપાલ અશ્વિન ગામી, મયુર હાલપરા, દર્શન યુનિવર્સિટીના સ્કુલ ઓફ મેનેજમેન્ટનાં ડીન ડો. અલ્પેશ ગજેરા, ઉમેશ ઠોરિયા, કિંજલ ઠાકર, વિરલ રાવલ તથા પૂરી ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News