મોરબી ફાયર વિભાગના સ્ટાફ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
SHARE
મોરબી ફાયર વિભાગના સ્ટાફ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
મોરબીના સરદાર રોડ પર આવેલ મોરબી નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તા. ૧૪ એપ્રિલ ૧૯૪૪ના રોજ મુંબઈના ડોકયાર્ડમાં દારૂગોળો તેમજ અન્ય જ્વલનશીલ પદાર્થનો માલસામાન ભરેલ બ્રિટિશ માલવાહક જહાજ આવ્યું હતું ત્યારે ભયંકર ધડાકા સાથે તેમાં આગ લાગી હતી અને આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર વિભાગના ૬૬ જવાનો શાહિદ થયા હતા ત્યારે ત્યારથી અગ્નિશામક સેવા દિવસ તરીકે ૧૪મી એપ્રિલના રોજ કાર્યક્રમ હોય છે અને અગ્નિ શામક સેવા દિન નિમિતે તમામ નામી અનામી શહીદો કે જેમણે લોકોના જીવ બચાવવા માટે થઈને ફાયર વિભાગની કામગીરી દરમ્યાન પોતાના જીવ આપેલ છે તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તેવી જ રીતે મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ફાયર વિભાગમાં કામગીરી દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી