મોરબીના મુનનગરમાં બ્રાન્ડેડ કંપનીના ભેળસેળયુક્ત ઓઇલ બનાવનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો
માળીયા (મિ)ના ખાખરેચી ગામે પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો
SHARE









માળીયા (મિ)ના ખાખરેચી ગામે પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધાયો
માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે થોડા દિવસો પહેલા પરિણીતાએ પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતકના પિતાએ હાલમાં તેના જમાઈ સહિત ત્રણ સામે દીકરીને ઘર કામ આવડતું નથી તેવું કહીને ઝઘડા કરતાં હતા જેથી તેની દીકરીએ આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ગોપાલભાઈ નવઘણભાઈ કોળી (ઉંમર ૨૨) ના પત્ની તેજલબેન કોળી (ઉંમર ૨૦) એ પોતાના જ ઘરની અંદર રૂમમાં પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતક પરિણીતાના જામનગરના બાલભા ખાતે રહેતા પિતા ભટુભાઈ ઘોઘાભાઈ રાઠોડ (૫૦)એ માલિતા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી તેજલને ઘર કામ આવડતું નથી તેવું કહીને જમાઈ ગોપાલભાઈ નવઘણભાઈ કોળી, સસરા નવઘણભાઈ પ્રભુભાઈ કોળી અને સાસુ વનિતા નવઘણભાઈ કોળી તેની સાથે અવાર નવાર ઝઘડા કરતાં હતા અને માનસિક ત્રાસ આપતા હતા જે સહન ન થતાં તેને આપઘાત કરી લીધો છે જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
