મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીની સરકારી કર્મચારી સોસાયટીમાં મકાન પચાવી પાડનારા ભાડુઆત સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો


SHARE













મોરબીની સરકારી કર્મચારી સોસાયટીમાં મકાન પચાવી પાડનારા ભાડુઆત સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સરકારી કર્મચારી સોસાયટીની અંદર મકાન ભાડે આપ્યું હતું ત્યાર બાદ ભાડુઆત દ્વારા ભાડાની રકમ ન આપીને તેમજ ભાડાનો કરાર પૂરો થઈ ગયો હોવા છતાં પણ મકાન ખાલી ન કરીને ગેરકાયદેસર રીતે મકાન ઉપર કબ્જો ચાલુ રાખવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં ભાડુઆતની સામે મકાન માલિક દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે માટે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં આવેલ અક્ષર વિહાર સાંઈનગર ખાતે રહેતાં ચિરાગભાઈ ભગવાનજીભાઈ પરસાણીયા જાતે મિસ્ત્રી (ઉંમર ૩૫) એ હાલમાં યુનુસભાઇ અલીભાઇ પલેજા રહે.સરકારી કર્મચારી સોસાયટી પ્લોટ નંબર-૧૩ બ્લોક નંબર-૭ તેમજ તેની સાથે આ મકાનમાં ગેરકાયદેસર રહેતા તેમના પરિવારના સભ્યો તથા તપાસમાં ખૂલે તે તમામ સામે હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેણે પોતાની માલિકીનું સરકારી કર્મચારી સોસાયટીમાં આવેલ ઉપરોકત મકાન આરોપીને તા.૨૭-૧૦-૨૧ થી ભાડે આપ્યું હતું અને ભાડાની રકમ ૧.૧૫ લાખ રૂપિયા ચડી ગયેલ છે જે તેણે આપેલ નથી અને ભાડાનો કરાર પૂરો થઈ ગયો હોવા છતાં પણ ભાડુઆતે મકાન ખાલી ન કરીને મકાનમાં ગેરકાયદેસર કબ્જો ચાલુ રાખ્યો છે અને મકાન પચાવી પડ્યું છે અને હાલ પણ મકાનનો વપરાશ ચાલુ રાખેલ છે.જેથી હાલમાં ચીરાગભાઇ મિસ્ત્રીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. ઉપરોક્ત કેસની તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક અતુલ બંસલ ચલાવી રહ્યા છે.

ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા મહિલા ઉપર હૂમલો

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મહાદેવ પોટરીના લેબર કવાટરમાં રહેતા સંગીતાબેન કિશનભાઇ વાઘાણી જાતે કોળી નામની ૨૫ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેણીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેણીએ સુનિલ ઉર્ફે નકો પ્રવીણ કોળી રહે.ઇન્ડિયા ટાઇલ્સની ઓરડીમાં લીલાપર રોડ મોરબી વાળા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે પોતે પોતાની ઓરડી પાસે બેઠા હતા ત્યારે ત્યાં સામેવાળો સુનિલ આવ્યો હતો અને ફરિયાદીના જેઠની સાથે કોઈ બાબતે ઝઘડો કરતો હતો અને તે દરમિયાન ગાળો બોલતો હતો માટે સંગીતાબેનએ ઘર પાસે ગાળો બોલવાની ના પાડી હતી તે વાતને લઈને સુનિલ કોળી દ્વારા સંગીતાબેન સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને ઝપાઝપી કરતા તે દરમિયાન સંગીતાબેન પડી ગયા હતા અને તેણીના પગના ભાગે પથ્થર લાગતા ઈજાઓ પહોંચી હતી. હાલ સંગીતાબેનની ફરિયાદ ઉપરથી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.








Latest News