મોરબીની સરકારી કર્મચારી સોસાયટીમાં મકાન પચાવી પાડનારા ભાડુઆત સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
માળિયા (મિં.)ના જુના ઘાંટીલામાં ડમ્પર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધાનું મોત
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1650346404.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
માળિયા (મિં.)ના જુના ઘાંટીલામાં ડમ્પર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધાનું મોત
માળિયા મિંયાણા તાલુકાના જુના ઘાંટીલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધાને ડમ્પર ચાલકે હડફેટે લીધા હતા જેથી વૃદ્ધાને માથા અને પેટના ભાગે ગંભીર ઈજા થવાના કારણે તેણીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું અને અકસ્માતના આ બનાવની હાલમાં મૃતકના દીકરાએ અકસ્માત બાદ સ્થળ ઉપર ડમ્પર પેઢુ મુકીને ભાગી છુટેલા ડમ્પર ચાલકની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે જુના ઘાંટીલા ગામના બસ સ્ટેશન પાસેથી શાંતીબેન ધરમશીભાઈ ઉપાસરિયા જાતે કોળી (ઉમર ૭૦) રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ડમ્પર નંબર જીજે ૩૬ વી ૫૨૧૬ ના ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને તેના માથા તેમજ પેટ ઉપરથી ડમ્પરના તોતિંગ ટાયરને ફેરવી દીધા હતા જેથી ગંભીર ઈજા થવાના કારણે શાંતીબેનનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ બાદ મૃતકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક વૃદ્ધાના દિકરા દેવશીભાઈ ધરમશીભાઈ ઉપાસરિયા કોળી (ઉમર ૫૦) રહે.જુના ઘાંટીલા કોળીવાસ વાળાએ હાલમાં ડમ્પર ચાલકની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અત્રે નોંધનીય છે કે મોરબીમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નદીમાંથી રેતી ચોરી કરવામાં આવે છે.શું રેતી ચોરી કરતાં અને પૂરપાટ દોડતા આવા યમદુત સમાન ડમ્પરોને નાથવામાં મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ વામણી પડે છે.? જો કે હાલ વધી રહેલા અકસ્માતોના પગલે તો આ બાબત સાચી જ લાગી રહી છે જોકે તેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે તે પણ નરી હકીકત છે.આવી જ રીતે મોરબીના વનાળીયા ગામ પાસે, માળીયા હાઇવેના અનેક ગામો પાસે અને વાંકાનેરના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જયાંથી પણ નદીમાંથી રેતી નીકળે છે ત્યાં રેતી ચોરો દ્વારા બેફામપણે વાહનો દોડાવવામાં આવે છે અને તે આ રીતે નિર્દોષ લોકોની જીંદગી છીનવી લેતા હોવા છતાં જિલ્લા ટ્રાફિક પોલીસના પેટનું પાણી હલતું નથી તેથી લોકોમાં આ બાબતે પોલીસની કામગીરી ટીકાને પાત્ર બની રહી છે.
મારામારીમાં ઇજા
મોરબીના વીસીપરામાં આવેલ સરકારી વાડી વિસ્તારમાં બપોરના સમયે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી મદીનાબેન સલીમભાઈ સુમરા નામની ૩૦ વર્ષીય મહિલાને ઇજાઓ થતાં સારવાર માટે અહીં સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના નાની વાવડી ગામે રહેતા દિનેશભાઇ મોહનભાઈ ઉભડીયા નામના ૨૯ વર્ષીય યુવાને કોઈ કારણોસર તેના ઘરની પાસે ફિનાઇલ ગટગટાવી લેતાં તેને સારવાર માટે અહીંની સમર્પણ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે બનાવના કારણ બાબતે તપાસ હાથ ધરી છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)