માળિયા (મિં.)ના જુના ઘાંટીલામાં ડમ્પર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધાનું મોત
ટંકારાના કલ્યાણપર પાસે મિત્રની ઓઇલ મીલની ઓફિસમાં આધેડે કર્યો ફાંસો ખાઈને આપઘાત
SHARE









ટંકારાના કલ્યાણપર પાસે મિત્રની ઓઇલ મીલની ઓફિસમાં આધેડે કર્યો ફાંસો ખાઈને આપઘાત
ટંકારા નજીક આવેલ કલ્યાણપર ગામ પાસે મિત્રની ઓઇલ મીલની ઓફિસની અંદર આધેડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જેથી તેમના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ લઇ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના કલ્યાણપર ગામ પાસે આવેલ રાજેશ્વરી ઓઇલ મીલની ઓફીસમાં જગદીશભાઈ ગંગારામભાઈ જીવાણી જાતે પટેલ (ઉમર ૫૨) રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારા વાળાએ દોરી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને રાજેશ્વરી ઓઇલ મીલવાળા અને મૃતકના મિત્ર રમણીકભાઈ ડાયાભાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી. મૃતકના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બાબતે પોલીસને જાણ કરનાર રમણીકભાઈ ડાયાભાઈ વાઘડીયા જાતે પટેલ (ઉમર ૫૦) રહે. કલ્યાણપર તા.ટંકારા વાળાઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જગદીશભાઈ ગંગારામભાઈ જીવાણી તેમના મિત્ર હતા અને તેઓની ઓફિસે ગઇકાલે બેસવા માટે આવ્યા હતા અને તે દરમિયાનમાં રમણીકભાઈ પોતાના ઘરે જમવા માટે ગયા હતા અને જગદીશભાઈ ગંગારામભાઈ જીવાણી તેઓની ઓફિસે બેઠા હતા અને તેણે કોઈ કારણોસર જગદીશભાઇએ ઓફિસની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. હાલમાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આધેડે કયા કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરે છે..? તે દિશામાં તપાસ શરૂ કરે છે.
કાર પલ્ટી મારી જતા બે ને ઇજા
મોરબીના રાજપર રોડ ઉપર સતનામ જીનની પાસે કાર પલ્ટી મારી ગઇ હતી જે બનાવમાં સંજય નથુભાઈ જારીયા (૨૩) રહે.ગજડી તા.ટંકારા અને જીગ્નેશ દિનેશભાઈ કોળી (૨૨) રહે.વાંટાવદર નામના બે યુવાનોને ઈજાઓ પહોંચતા બંનેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબી તાલુકાના ઘુંટુ ગામે ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ચાંદનીબેન જયેશભાઈ લિખિયા નામની ૩૨ વર્ષીય મહિલાને ઈજાઓ પહોંચી હતી માટે તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
