ટંકારાના કલ્યાણપર પાસે મિત્રની ઓઇલ મીલની ઓફિસમાં આધેડે કર્યો ફાંસો ખાઈને આપઘાત
મોરબીના લોહાણપરામાં યુવાને ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE
મોરબીના લોહાણપરામાં યુવાને ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબી શહેરના લોહાણપરા વિસ્તારમાં રહેતા યુપીના યુવાને પોતાના ઘરની અંદર પંખા સાથે મફલર બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીના નગલાસુમેર તા.કોસમા જી.મેઇનપુરી ઉતરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લોહાણાપરા વિસ્તાર શેરી નં-૨ ની અંદર રહેતા અને અહીં કંદોઇનું કામકાજ કરતા ત્રણ ભાઇઓ પૈકીના પીન્ટુકુમાર રઘુનાથસિંહ યાદવ (ઉંમર વર્ષ ૨૦) એ પોતાના ઘરની અંદર પંખા સાથે મફલર બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજતા યુવાનના મૃતદેહને તેનો મોટો ભાઈ સીકુમાર રઘુનાથસિંહ યાદવ (ઉંમર ૨૮) રહે.હાલ મોરબી લોહાણાપરા શેરી મૂળ રહે.ઉતરપ્રદેશ વાળો સિવિલે લઈને આવ્યો હતો અને ત્યારબાદ આપઘાતના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા બીટ જમાદાર એ.પી.જાડેજાએ બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.તપાસ અધિકારી સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે મૃતક પોતાના અન્ય બે ભાઈઓની સાથે ઉત્તરપ્રદેશથી મોરબી કામ ધંધા અર્થે આવ્યો હતો અને અહીં રૂમ ભાડે રાખીને કંદોઈનું કામકાજ કરતા હતા. દરમિયાનમાં ગઈકાલે તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું. અગાઉ બે દિવસ પહેલા પણ મૃતકે તેનો મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો અને સીમકાર્ડ પણ તોડી નાખ્યું હતું માટે સંભવતઃ પ્રેમ પ્રકરણમાં તેને ઉપર પગલું ભર્યું હોય તેવી આશંકા મૃતકના મોટાભાઈને વ્યકત કરતા તે દિશામાં પણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના ટંકારા તાલુકામાં આવતા લજાઇ ગામના રહેવાસી દલસુખભાઈ અરજણભાઈ સારેસા બાઈક લઈને જતા હતા ત્યારે મોરબી રાજકોટ રોડ ઉપર આવેલ સોનમ ક્લોકની પાસે તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી દલસુખભાઈને સારવાર માટે મોરબી ખસેડાયા હતા. જ્યારે મોરબીનો રહેવાસી સલીમભાઈ મહેબુબભાઇ રંગરેજા (૩૬) નામનો યુવાન પોતાનું ટુ-વ્હીલર લઈને માળીયા જતો હતો ત્યારે માળીયા હાઈવે ઉપર માળીયા ગામ નજીક તેનું વાહન સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી સલીમભાઈ હીંગોજાને પણ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.